જાતિવાદનું વરવું સ્વરુપ દલિતની સ્મશાનયાત્રા માટે લેવું પડ્યું પોલીસ પ્રોટેક્શન!

સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (14:57 IST)

Widgets Magazine
police gujarat


ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિંગળી ગામે જાતિવાદનું વરવું સ્વરુપ જોવા મળ્યું છે. જેમાં એક દલિત મહિલાના અંતિમ સંસ્કાર માટે સ્માશનયાત્રા કાઢવા પણ પોલીસ પ્રોટેક્શન લેવાની ફરજ પડી હતી. આરોપ છે કે ગામના કેટલાક રાજપૂતો આ સ્માશાન યાત્રા ગામમાંથી પસાર થાય તેનો વિરોધ કરતા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે  મૃતક પુષ્પા સોલંકીનો પુત્ર ગામમાં થતા વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતો હોય તેને અને કેટલાક જાતિવાદી રાજપૂતો વચ્ચે ટસલ પડી હતી.

જેને લઇને ગામના સરપંચ કિરણસિંહ સોમસિંહ સોલંકી સહિત 12 જેટલા રાજપૂત સમાજના લોકો સામે FIR નોંધવામાં આવી છે. ફરિયાદી દિનેશ સોલંકી દ્વારા કરવામાં આવેલ આરોપ આધારે IPCની એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શનિવારે સવારે જ્યારે પુષ્પાબેન સોલંકીની અંતિમ યાત્રા શરુ થઈ ત્યારે આરોપીઓએ તેનો રસ્તો રોક્યો હતો. દિનેશ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું કે, ‘સ્મશાન તરફ જતો રસ્તો ગામમાં તેમની સંપત્તિઓ પાસેથી પસાર થાય છે જેના કારણે અંતિમ યાત્રા શરુ થતા જ આ જાતિવાદી તત્વોએ અમારો રસ્તો રોક્યો હતો અને જાતિવાદી ખરાબ શબ્દો બોલીને ગામમાંથી પસાર ન થવા માટે ચેતવણી આપી હતી. તેણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમે આ જાતના ભેદભાવનો વિરોધ કર્યો ત્યારે રાજપુતોએ અમને માર માર્યો હતો. જેથી સ્થિતિની ગંભીરતાને જોતા અમને પોલીસ પ્રોટેક્શનમાં અંતિમ સંસ્કારની વિધિ કરવાની ફરજ પડી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જાતિવાદ દલિતની સ્મશાનયાત્રા પોલીસ પ્રોટેક્શન! ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી Gujarati Samachar Gujarati News Gujrati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Latest Gujarati News Online Latest Gujarati News Live National News In Gujarati News Of India In Gujarati Latest National News In Gujarati Latest India News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદના દારૂના અડ્ડા ઉપર દરોડા:૪૦થી વધારે બુટલેગરોને ઝડપી લેવાયા

અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગેશ મેવાણીએ તાજેતરમાં દારૂના અડ્ડા બાબતે વિવિધ પોલીસ ...

news

રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સરેરાશ ૭૫ ટકાથી વધુ મતદાન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ...

news

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ ...

news

ગુજરાતમાં હવે સંતાનમાં પુત્ર કરતા પુત્રીને પસંદ કરવાના પ્રમાણમાં વધારો

થોડા વર્ષ અગાઉ પુત્રી કરતા પુત્રના જન્મને વધુ પસંદ કરવામાં આવતો હતો. પરંતુ હવે સમયનો પવન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine