વૃષભ - વ્યવસાય
આ રાશીની વ્યક્તિ સૌંદર્યને વધારે મહત્વ આપે છે. તેમને દરેક કામમાં કલાત્મકતા પસંદ છે અને તેવી રીતે કરવા ઇચ્છે છે. લલિત કલા, શરાબ, રેસ્ટોરેંટ, હોટલ, સંગીત, તેલ, ગાયન, નૃત્ય, કલાકાર, અભિનેતા, શ્રૃંગારની વસ્તુઓ, ઘરેણાં, શિલ્પકામ, ચિત્રકારી, તૈયાર વસ્ત્રો, મોડેલીંગ, દરજીકામ, ફિલ્મ નિર્માણ, ફેશન ડિઝાઇનર, એડ. એજન્સી વગેરે જેવા કામ વ્યવસાય તરીકે પસંદ કરે છે. જીવનમાં વિશેષ પ્રગતિ અને સન્માન મેળવવાના અધિકારી બને છે. જમીન ના વ્યવસાયમાં સફળતા મળે છે.