Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Things Not To Do On A Sunday: રવિવારે બિલકુલ ન કરશો આ કામ, નહીં તો થશે ભારે નુકસાન

Updated: રવિવાર, 17 એપ્રિલ 2022 (00:43 IST)
ભારતીય શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાનની પૂજા કરવામાં આવે છે. સૌરમંડળમાં હાજર કોઈને કોઈ ગ્રહ સાથે આપણો સંબંધ આ સાત દિવસોમાં બને જ છે. આવી સ્થિતિમાં, બધા ગ્રહો પોતાનો યોગ્ય પ્રભાવ રાખે એ માટે આપણે તેના અનુકૂળ કામ કરવુ જોઈએ. રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે સૂર્યની પૂજા કરીને સૂર્યને જળ અર્પિત કરવાથી વ્યક્તિની તેજ વધે છે અને તેનું ભાગ્ય બળવાન બને છે.
 
જો તમે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરો છો, તો તમને તેનું સારું ફળ મળશે. રવિવારના દિવસે કેટલીક બાબતોને અવગણવી જોઈએ જેથી કરીને ભગવાન સૂર્ય તમારાથી નારાજ ન થાય. રવિવારે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહેશે. 
 
રવિવારે આ કામથી  દૂર રહો
 
રવિવાર સામાન્ય રીતે રજા હોય છે અને લોકો ઘરે જ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, તમે કેટલીક વસ્તુઓને અવગણી શકો છો જેમ કે રવિવારે સૂર્યાસ્ત પહેલા મીઠું ન ખાવું જોઈએ, ખાસ કરીને જ્યારે તમારા ગ્રહનો સ્વામી સૂર્ય હોય.
 
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રવિવાર છે, તેથી આજે આપણે નોન-વેજ જેવી ફીશ વગેરે ખાઈ શકીએ છીએ. પરંતુ શાસ્ત્રો અનુસાર તે યોગ્ય નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે નોનવેજ  અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
 
આ દિવસે બીજી પણ કેટલીક બાબતો છે જેને ટાળવી જોઈએ, જેમ કે રવિવારે વાળ ન કાપવા, સરસવના તેલથી માલિશ ન કરવી, દૂધ બળી જાય એવુ કામ ન કરવું, તાંબાની વસ્તુઓ ખરીદવા કે વેચવાનું ટાળવું.
 
જો તમે આ બાબતોનું રવિવારે એક દિવસ ધ્યાન રાખશો તો તમને  ક્યારેય સૂર્ય ગ્રહની અશુભ દ્રષ્ટિનો સામનો નહીં કરવો પડે . સૂર્ય ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ કાયમ રાખશે. 

વધુ જુઓ..

14 દિવસ સુધી રાજગરો ખાવાથી શું થાય છે ? જાણો વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત

સવારના નાસ્તા માટે વેજીટેબલ પોહા સૌથી બેસ્ટ નાશ્તો

ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, ડોકટરે બતાવ્યું આના પાછળનું અસલી કારણ

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments