Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવડા ત્રીજ 2022 - કેવડાત્રીજના શુભ મુહુર્ત? જાણી લો આ જરૂરી નિયમ

Updated: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (15:48 IST)
kevda Trij 2022- હરતાલિકા તીજ કે કેવડાત્રીજનો વ્રત ખૂબ અઘરું હોય છે. આ વ્રતનો પૂર્ણ ફળ મળે તેના માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. ભાદરવા મહીનામાં ઘણા મુખ્ય તહેવાર અને પિતૃ પક્ષ પડે છે. ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરતાલિકા ત્રીજ કે કેવડાત્રીજ ઉજવાય છે. કેવડાત્રીજ વ્રત કુમારી અને 
સૌભાગ્યવતી મહિલાઓ  કરે છે. કેવડાત્રીજ તીજ વ્રત ઉપવાસ નિરાહાર અને નિર્જલા કરવામાં આવે છે. સુહાગન પતિની લાંબી ઉમ્ર મેળવવા અને કુંવારી છોકરી સારો વર મેળવવા માટે કેવડાત્રીજનો વ્રત રાખે છે. પૌરાણિક કથાના મુજબ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે માતા પાર્વતી દ્વારા સૌ પ્રથમ કરવામાં આવ્યુ હતુ.  
 
એવુ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી મહિલાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
કેવડાત્રીજના શુભ મુહુર્ત (KevdaTrij muhurat 2022) 
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 ઓગસ્ટ, સોમવારના રોજ બપોરે 03:20 વાગ્યાથી શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ બપોરે 03:33 સુધી ચાલુ રહેશે. 
 
હરતાલિકા તીજ ઉદયની તારીખના આધારે 30 ઓગસ્ટના રોજ હશે. આ દિવસે સવારે 06:05 થી 08:38 અને સાંજે 06:33 થી 08:51 સુધી પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે.
 
કેવડાત્રીજના નિયમ KevdaTrij Rules 
- હરતાલિકા ત્રીજ (કેવડાત્રીજ) નો વ્રત નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે. ગર્ભવતી મહિલા કે બીમાર મહિલાઓ ફળાહાર કરી શકે છે. 
- એવુ કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવુ પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. સાથે જ જેના ઘરમાં સૂતક હોય કે કોઈ બીજા કારણથી પૂજા નથી કરી શકતા ત્યારે પણ તે વ્રત જરૂર કરવું. 
- હરતાલિકા ત્રીજના વ્રતમાં સુવુ વર્જિત છે. વ્રત કરનારા ન તો દિવસમાં સુવુ અને ન રાતમાં સુવુ. આ વ્રતમાં રાત્રિ-જાગરણ કરી ભગવાનના ભજન-પૂજન કરવો જોઈએ. 

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

વધુ જુઓ..

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

આગળનો લેખ
Show comments