Webdunia - Bharat's app for daily news and videos

Install App

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Updated: શુક્રવાર, 18 એપ્રિલ 2025 (12:30 IST)
april panchak
હિન્દુ ધર્મમાં પંચક  (Panchak April 2025) ની અવધિને એક શુભ સમય નથી માનવામાં આવતો. આ દરમિયાન અનેક પ્રકારની સાવધાનિઓ રાખવાની હોય જેથી પંચકથી મળનારા ખરાબ પ્રભાવથી બચી શકાય. સાથે જ આ અવધિમાં અનેક  પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવાની પણ મનાઈ હોય છે. પણ જો તમને પંચક દરમિયાન કોઈ કામ જરૂરી હોય તો કેટલાક ઉપાય કરી શકાય છે. ચાલો જાણીએ આ વિશે..   
 
પંચકનો સમય   (April 2025 Panchak Start Date)
 
પંચાગ મુજબ પંચકની અવધિ બુધવાર, 22 એપ્રિલ રાત્રે 24 વાગીને 30 મિનિટથી શરૂ થઈને શનિવાર 26 એપ્રિલ 2025 રાત્રે 27 વાગીબે 38 મિનિટ સુધી રહેવાની છે.  
 
પંચક દરમિયાન ન કરશો આ કાર્ય   (Panchak dos and don'ts)
પંચકના સમયમાં કોઈપણ શુભ કે માંગલિક જેવા - મુંડન, સગાઈ, લગ્ન, વ્યવસાય શરૂ કરવો, ઘર બનાવવું, વાહન ખરીદવું, સોનું-ચાંદી ખરીદવું વગેરે ન કરવા જોઈએ. આ સાથે જ આ સમયમા પૈસા સાથે જોડાયેલ લેવડ-દેવડ દક્ષિણ દિશાની યાત્રા કરવી, ખાટલો બનાવવો કે પછી મકાન પર છત ભરાવવા જેવા કામ પણ નથી કરવામાં આવતા.  એવુ કહેવામાં આવે છે કે પંચક દરમિયાન આ કામોને કરવાથી વ્યક્તિને તેના ખરાબ ભોગવવા પડી શકે છે.  
 
કરી શકો છો આ ઉપાય 
પંચક દરમિયાન જો તમારે માટે દક્ષિણ દિશામાં યાત્રા કરવી જરૂરી છે તો યાત્રા શરૂ કરતા પહેલા કોઈ હનુમાન મંદિરમાં જાવ અને પૂજા અર્ચના કરી બજરંગબલીને પાંચ પ્રકારના ફળ ચઢાવીને યાત્રા શરૂ કરો. બીજી બાજુ જો પંચક દરમિયાન દાહ સંસ્કાર કરવો હોય તો શબ દાહ કરતી વખતે પાંચ જુદા પુતળા બનાવીને  તેનો પણ અગ્નિદાહ કરવો જોઈએ.  
 
આ સાથે જો તમે પંચક દરમિયાન પલંગ કે ખાટલો બનાવો છો તો પંચકકાળની સમાપ્તિ પછી જ તેનો ઉપયોગ કરો. બીજી બાજુ જો પંચકમાં મકાનની છત ભરાવવાની હોય તો પહેલા મજૂરોને મીઠાઈ ખવડાવો પછી છત ભરાવવાનુ કામ કરાવો.  

વધુ જુઓ..

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

Monsoon Special Recipe -સાંજના નાસ્તામાં બનાવો કરકરા મગની દાળના ભજીયા, એવો સ્વાદ કે બટાકા-ડુંગળીના ભજીયા પણ ભૂલી જશો!

શુ છે એનાલોગ પનીર ? નકલી પનીરને કેવી રીતે ઓળખશો ? 5 સહેલા ઘરેલુ ટેસ્ટ

Monsoon Tips- ચોમાસામાં ચીકાશ અને બીમારીઓથી બચવાના 5 સરળ ઉપાય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments