Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલ્લાહનો પહેલો મહિનો મોહરમ

Updated: ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (16:28 IST)
 
મુખ્તલિફ હદીસો, એટલે હજરત મુહમ્મદના કથન અને કર્મથી મોહરમની પવિત્રતા અને આની કિંમતની જાણ કરાવે છે. આવી રીતે જ હજરત મોહમ્મદ સ.અ.વ  એ એક વખત મોહરમ વિશે જણાવતાં કહ્યું હતું કે તે અલ્લાહનો મહિનો છે. તેને જે ચાર પવિત્ર મહિનાઓમાં રાખવામાં આવ્યાં છે તેમાંથી બે મહિના મોહરમ પહેલાં આવે છે. આ બંને મહિના છે જિકાદા અને જીલહિજ્જ. 
 
એક હદીસ અનુસાર અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ સ.અ.વ   એ કહ્યું કે રમઝાન સિવાય સૌથી ઉત્તમ રોજા તે છે જે અલ્લાહના મહિનામાં એટલે કે મોહરમ વખતે રાખવામાં આવે છે. આ કહેતી વખતે નબી-એ-કરીમ હજરત મોહમ્મદ સ.અ.વ   એ એક વાત વધારે જોડી કે જે રીતે અનિવાર્ય નમાજો પછી સૌથી જરૂરી નમાજ તહજ્જુદ કરી છે તેવી જ રીતે રમજાનના રોઝા બાદ સૌથી ઉત્તમ રોઝા મોહરમના છે. 
 
એક સંજોગની વાત છે કે આજે મહોરમની આ રીત બધાની નજરથી દૂર છે અને આ મહિનામાં અલ્લાહની ઈબાદત કરવા માટે ખાસ પ્રકારના રોઝા રાખવાની જ્ગ્યાએ એવા કાર્ય કરવામાં આવે છે જેનો કોઈ જ અર્થ નથી હોતો. જ્યારે કે પેંગબરે-ઈસ્લામે આ મહિનામાં ખુબ જ રોઝા રાખ્યા અને પોતાના સાથીઓનું ધ્યાન પણ આ તરફ આકર્ષિત કર્યું હતું. આ વિશે ઘણી પ્રમાણિક ઘટનાઓ છે.
 
મોહરમની  ઈબાદતને પણ સૌથી મોટો સવાબ કહ્યો છે. હજરત મોહમદના સાથી ઈબ્ને અબ્બાસના પ્રમાણે હજરત મોહમ્મદ સ.અ.વ   એ  કહ્યું છે કે જેણે મોહરમનનો રોઝો રાખ્યો તેના બે વર્ષના પાપ માફ થઈ જાય છે તથા મોહરમના એક રોઝાનો સવાબ 30 રોઝા બરાબર મળે છે. ગોયા એ કે મોહરમના મહિનામાં ખુબ જ રોઝા રાખવા જોઈએ. આ રોજા જરૂરી નથી પરંતુ મોહરમના રોઝાઓનો બહુ સવાબ છે. 
 
હજરત મોહમ્મદના નજીક રહેલ ઈબ્ને અબ્બાસની વાત આ પ્રસંગે ખાસ યાદ કરવામાં આવે છે. તેમના અનુસાર જ્યારે અલ્લાહના રસૂલ મદિના તશરીફ લાવ્યા ત્યારે જોયું કે યહૂદી આ દિવસે રોઝા રાખે છે. હજરત મોહમ્મદ સ.અ.વ   એ જ્યારે તેમને પુછ્યું કે તમે આજના દિવસે રોઝા કેમ રાખો છો તો યહૂદીઓએ જવાબ આપ્યો કે આ તે પ્રતિષ્ઠિત દિવસ છે જે દિવસે હજરત મૂસા તેમજ તેમના અનુયાયિઓને અલ્લાહે બચાવ્યા હતાં અને ફિરઔન તેમજ તેના લશ્કરે ડુબાવી દિધું હતું. ત્યારથી મૂસા અલ્લાહનો આભાર માનવા માટે આ દિવસે રોજા રાખે છે. 
 
આ સાંભળીને હજરત મોહમ્મદ સ.અ.વ  ફરમાવ્યું કે અમે તમારા કરતાં પણ મૂસાની વધારે નજીક છીએ. ત્યારથી આ દિવસે ફક્ત હજરત મોહમ્મદ એકલા એ જ નહિ પરંતુ તેમના સાથીઓને પણ આ દિવસથી રોઝા રાખવા માટે પ્રેરિત કરતાં રહ્યાં. સાથે સાથે આશૂરેની સાથે અરફે એટલે કે 9 મોહરમના રોઝા રાખવાનો હુકમ પણ કર્યો.

વધુ જુઓ..

કાનુડાની છઠ્ઠી પર ખાસ પ્રસાદ બનાવો, લસણ અને ડુંગળી વગરની કઢી બનાવો.

ફક્ત ઓક્ટોપસ જ નહીં! આ પ્રાણીઓમાં પણ અનેક હૃદય હોય છે, તેમના શરીરના લક્ષણો તમને આશ્ચર્યચકિત કરશે.

સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે પાપડી ચાટ, આ રીતે બનાવશો તો બહારની ચાટ પણ ભૂલી જશો

રતલામી સેવ રેસીપી

શું ડાયાબિટીસના દર્દીઓ દૂધ પી શકે છે ? જાણો કેટલી માત્રા સુરક્ષિત છે અને શું દૂધ પીવાથી શુગર વધે છે ?

વધુ જુઓ..

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

આગળનો લેખ
Show comments