Webdunia - Bharat's app for daily news and videos

Install App

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Updated: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 (21:59 IST)
anand sagar death
જાણીતા ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરના પુત્ર અને  1987 ની પ્રતિષ્ઠિત ટીવી સીરિયલ "રામાયણ"ના સ્વપ્નદ્રષ્ટા સર્જક શ્રી આનંદ રામાનંદ સાગર ચોપરાનું 13  ફેબ્રુઆરી, 2026 ના રોજ અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા.  તેઓ છેલ્લા 10-12 વર્ષથી બીમાર હતા અને પાર્કિન્સન રોગ સામે લડી રહ્યા હતા. આજે સાંજે 4:30 વાગ્યે મુંબઈના પવન હંસ સ્થિત હિન્દુ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના પરિવારે આ હૃદયદ્રાવક સમાચારની પુષ્ટિ કરી અને તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.
 

આનંદ સાગરનું અવસાન

 
આનંદ રામાનંદ સાગરના અવસાન અંગેનું સત્તાવાર નિવેદન લખ્યું હતું , "ખૂબ દુઃખ સાથે સાગર પરિવાર તેમના પ્રિય પિતા શ્રી આનંદ રામાનંદ સાગર ચોપરાના દુઃખદ અવસાનની જાહેરાત કરે છે, જેમનું આજે, 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું." 1987 ની મૂળ ટીવી શ્રેણી રામાયણના સર્જક, આનંદ જી સાગર આર્ટ્સનું સંચાલન કરનારી બીજી પેઢીનો ભાગ હતા.  ગર્મજોશી, ગૌરવ અને મૂલ્યો વાળા વ્યક્તિ શ્રી આનંદ સાગર  તેમનાં દયાળુ સ્વભાવ, સમજદારી  અને સૌમ્ય સ્વભાવથી ઘણા લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવતા હતા. પરિવાર, મિત્રો અને એ બધા લોકો જેમને તેમને જાણવાની તક મળી એ બધા તેમને પ્રેમથી યાદ કરશે.
 

આનંદ સાગરના અંતિમ સંસ્કાર ક્યારે થયા?

 
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "અંતિમ સંસ્કાર - શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026 સમય: 4:30 વાગ્યે સ્થળ: હિન્દુ સ્મશાન ભૂમિ (પવન હંસ), મુંબઈ." આજે સાંજે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ગૃહમાં હિન્દુ વિધિઓ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં મનોરંજન જગતની ઘણી હસ્તીઓએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
 

આનંદ સાગરના મોતનું કારણ

 
આનંદ સાગર એક દાયકાથી વધુ સમયથી પાર્કિન્સન રોગથી પીડાતા હતા. આ એક એવો રોગ છે જે મગજની નશો ને ખરાબ કરી નાખે છે.  રસાયણ ડોપામાઇન ઓછું થઈ જાય છે, જેના કારણે ધ્રુજારી, જડતા, ધીમી ગતિ અને સંતુલન ગુમાવવા જેવા લક્ષણો દેખાય છે.
 

આનંદ સાગરનો પરિવાર

 
આનંદ સાગરના પરિવારમાં તેમની પત્ની નિશા સાગર અને તેમના બાળકો છે. જાણીતા સાગર પરિવારના સભ્ય, આનંદ સાગર ચોપરાએ 1980 ના દાયકામાં ભારતીય ટેલિવિઝન પ્રેક્ષકોના દિલ જીતી લેનારા તેમના પિતા રામાનંદ સાગરના કાર્યને ચાલુ રાખીને, સુપ્રસિદ્ધ નિર્માણ "રામાયણ" (2008)નું દિગ્દર્શન કર્યું. દિગ્દર્શન ઉપરાંત, તેમણે આંખે, અરમાન અને અલિફ લૈલા સહિત અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengu ના તાવમાં બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ? ઉપાય અજમાવતા પહેલા જાણી લો

ચોમાસામાં ચોખાને આ રીતે રાખો સુરક્ષિત, નહી પડે જીવાણુ

રોઝ કોકોનટ બરફી રેસીપી

ગર્ભાવસ્થાના 1થી 9 મહિના: કયા મહિનામાં બાળકનો કેટલો વિકાસ થાય છે અને શું ખાવું?

હાઈ બીપીના દર્દીઓએ ન કરવું જોઈએ આ પ્રકારના બ્રેકફાસ્ટનું સેવન, જાણો વિશેષજ્ઞ મુંજબ હેલ્ધી ઓપ્શન

આગળનો લેખ
Show comments