Daily Horoscope
✕

IND vs ENG 3rd ODI Live Score:ટીમ ઈંડિયા 356 રન પર ઓલઆઉટ, શુભમન ગિલે સદી ફટકારી

Updated: બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (17:55 IST)
IND vs ENG, 3rd ODI: ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રીજી  વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. પહેલી બંને મેચ જીત્યા બાદ ટીમ ઈંડિયાની નજર શ્રેણીમાં ઈગ્લેંડના સૂપડા સાફ કરવા પર છે. ત્રીજી વનડે મેચમાં ઈગ્લેંડના કપ્તાન જોસ બટલરે ટોસ જીત્યા બાદ ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનુ આમંત્રણ આપ્યુ. આ મેચમાં ઈગ્લેંડે પોતાના પ્લેઈંગ 11 માં ફેરફાર કર્યો છે તો બીજી બાજુ ભારતીય ટીમની પ્લેઈંગ 11 માં ત્રણ ફેરફાર જોવા મળ્યા છે. ચેમ્પિયંસ ટ્રોફી 2025 પહેલા ભારત અને ઈગ્લેંડની ટીમ અંતિમ વન ડે રમવા મેદાન પર ઉતરી છે. આવામાં તેમની નજર મેગા ટૂર્નામેંટને લઈને પોતાની તૈયારીઓની ખાતરી કરવા પર પણ રહેશે. 


- ટીમ ઈંડિયા 356 રન પર ઓલઆઉટ, શુભમન ગિલે સદી ફટકારી  
અર્શદીપ સિંહના રન આઉટ સાથે, ભારતીય ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ ગઈ. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ ૧૧૨ રનની ઇનિંગ રમી. આદિલ રશીદ સૌથી સફળ બોલર રહ્યો. રાશિદે 4 વિકેટ લીધી.

છેલ્લી વિકેટ બાકી
વોશિંગ્ટન સુંદર બહાર છે. ૧૪ રન બનાવીને છેલ્લી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા. હવે ભારત ઓલઆઉટ થવાથી 1 વિકેટ દૂર છે.
 
રાણા બહાર  
હર્ષિત રાણા ૧૩ રન બનાવીને આઉટ થયો. એક ઓવર બાકી. ભારતે 8 વિકેટ ગુમાવી દીધી છે. અર્શદીપ સિંહ બેટિંગ કરવા આવે છે. સુંદર ૧૪ રન બનાવીને રમી રહ્યો છે.
 
કેએલ રાહુલ આઉટ થયો
કેએલ રાહુલ 40 રન બનાવીને આઉટ થયો. ભારતને 7મો પરાજય થયો છે. હવે ફક્ત ૩ ઓવર બાકી છે. ભારતે 47 ઓવરમાં 334 રનનો સ્કોર બોર્ડ પર નોંધાવ્યો છે.

- અક્ષર પટેલ આઉટ 
જો રૂટે અક્ષર પટેલને પેવેલિયન ભેગો કર્યો. ભારતને લાગ્યો છઠ્ઠો ઝટકો. અક્ષર 13 રન બનાવીને પેવેલિયન ભેગા. હવે વોશિંગટન સુંદર બેટિંગ કરવા મેદાન પર આવ્યા છે. 
 
- 300 પાર ટીમ ઈંડિયા 
ભારતે 43 ઓવરમાં સ્કોર 300 ને પાર. કેએલ રાહુલ 21 અને અક્ષર પટેલ 13 રન બનાવીને રમી રહ્યા છે. 7 ઓવરની રમત હજુ બાકી છે.  


-રશીદના નામે ચોથી વિકેટ 
- હાર્દિક પાડ્યાએ આવતા જ તબાહી મચાવી દીધી છે. આદિલ રશીદની ઓવરમં બેક ટૂ બૈક 2 સિક્સર મારી દીધા છે. પણ બીજી જ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા. આ ઓવર ખૂબ જ કમાલની રહી. આ ઓવરના અંતમાં રશીદ બાજી મારવામાં સફળ રહ્યા  
 

 
-ગિલ સદીની નિકટ 
શુભમન ગિલ પોતાની સદીના નિકટ પહોચી ગયા છે.  ગિલ પોતાની 7મી વનડે સદીથી માત્ર 13 રન દૂર છે. પહેલી મેચમાં તે પોતાની સદીથી આટલા જ રનથી ચુકી ગયા હતા. આ વખતે તેમની સદી જડવાની પૂરી આશા બતાવાય રહી છે.  
 
- ભારત 150 ને પાર 
 
ભારતે 24મી ઓવરમાં પોતાનો સ્કોર 150 થી વધુ કરી લીધો છે. શ્રેયસ ઐયર 10 રન બનાવીને રમી રહ્યો છે અને શુભમન ગિલ 80 રન બનાવીને રમી રહ્યો છે. અહીંથી, ભારતીય ટીમ પોતાનો સ્કોર 300 થી વધુ લઈ જવાનો પ્રયાસ કરશે.
 
 
 
- બીજો ફટકો 
 
અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી આઉટ થયો. આદિલ રશીદે ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. કોહલી 52 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ફિલિપ સોલ્ટે વિરાટ કોહલીનો કેચ પકડ્યો. આ રીતે ઇંગ્લેન્ડને મોટી સફળતા મળી છે.

વધુ જુઓ..

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments