deewali
✕

LSG vs RR: લખનૌની ઘરઆંગણે શરમજનક હાર, રાજસ્થાને 40 રને જીત નોંઘાવી

Updated: ગુરુવાર, 23 એપ્રિલ 2026 (00:43 IST)
IPL 2026 LSG vs RR: IPL 2026 ની 32મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસીન ખાને બે-બે વિકેટ લીધી હતી.
 
રાજસ્થાન રોયલ્સના 159 રનના જવાબમાં, લખનૌની બેટિંગ નિરાશાજનક રહી. લખનૌના બેટ્સમેનો પહેલી ઓવરથી જ ભાંગી પડ્યા. પરિણામે, ટીમ 18 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ, રાજસ્થાને 40 રનથી જીત મેળવી, સિઝનની પોતાની પાંચમી જીત નોંધાવી.

રાજસ્થાન તરફથી રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા અણનમ 43 રન બનાવ્યા અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ પણ ઝડપી હતી.  પહેલી બેટિંગ કરી રહેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહસિન ખાને દિગ્વેશ રાઠીના હાથે કેચ કરાવ્યો હતો. લખનઉ તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી, મોહસિન ખાન અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments