Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમામ ઉલ હક પર PCB એક બે વર્ષનો લગાવી શકે છે બૈન, રિઝવાનનુ ઈંટરનેશનલ કરિયર લગભગ ખતમ

Updated: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026 (13:02 IST)
pakistan cricket
પાકિસ્તાની ક્રિકેટ ટીમને ઈગ્લેંડના પ્રવાસ પર લોર્ડસ ટેસ્ટ મેચમાં મળેલી એકતરફા હાર પછી જે રીતે ઉઠાપટક તેમના સ્કવોડમાં જોવા મળી છે તેનાથી બધાની નજર હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના આગલા પગલા પર ટકી છે. પીસીબીએ પ્રવાસ વચ્ચે જ ટેસ્ટ સ્કવોડમાં સામેલ 7 ખેલાડીઓને પાકિસ્તાન પરત બોલાવવાનો નિર્ણય લીધો જેમા લોર્ડ્સ ટેસ્ટની વચ્ચે ઘાયલ થનારા ઈમામ ઉલ હક ઉપરાંત તેમના અનુભવી વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનુ નામ પણ સામેલ છે. તેમા સૌથી વધુ આલોચનાનો સામનો ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક કરી રહ્યા છે. જેને લઈને આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ પોતાની ઈજાનુ ખોટુ બહાનુ બનાવી રહ્યા છે. આવામાં હવે રિપોર્ટ સામે આવી રહી છે કે ઈમામ ઉલ હકને બૈનનો પણ સામનો કરવો પડી શકે છે તો બીજી બાજુ રિઝવાનનુ ઈંટરનેશનલ કરિયર લગભગ ખતમ માનવામાં આવી રહ્યુ છે.  
ALSO READ: વીવીએસ લક્ષ્મણ બન્યા ટીમ ઈંડિયાના હેડ કોચ, એશિયન ગેમ્સમાં સાચવશે જવાબદારી

ઈમામ ઉલ હકને કાયદાકીય સલાહ લેવી પડશે ? 

લોર્ડ્સ ટેસ્ટમાં પહેલા દિવસની રમતમાં ઈમામ ઉલ હક ઘાયલ થઈ ગયા હતા. જેમા પીસીબી તરફથી બીજા દિવસના રમતની શરૂઆત થતા પહેલા માહિતી આપવામાં આવી હતી કે ઈમામ હવે પિંડલીમા વાગવાથી આ મુકાબલામાં આગળ ભાગ લેશે કે નહી એ નક્કી નથી.  હવે, સ્થાનિક ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝ અનુસાર, ઇમામ પાકિસ્તાન પરત ફર્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલાની તપાસની માંગ કરી છે અને વિગતવાર રિપોર્ટ માંગે છે. જો પીસીબી આ રિપોર્ટથી સંતુષ્ટ નહીં થાય, તો ઇમામને એક થી બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. અગાઉ, સમાચાર એજન્સી પીટીઆઈએ પણ અહેવાલ આપ્યો હતો કે પીસીબીની તપાસની તૈયારી માટે ઇમામને કાનૂની સલાહ લેવી પડી શકે છે.

ALSO READ: ટીએમસી ઓફિસમાં તોડફોડ, લોકો સામાન લઈ જતા જોવા મળ્યા; અભિષેક બેનર્જીએ વીડિયો શેર કરીને કહ્યું, "આ ભાજપનું કામ છે."

રિઝવાનનું પાકિસ્તાની ટીમમાં કમબેક થયુ મુશ્કેલ 

 
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બંને ટેસ્ટમાં બેટથી સંપૂર્ણપણે નિષ્ફળ રહેલા મોહમ્મદ રિઝવાન પર જીઓ ન્યૂઝના અહેવાલમાં ખુલાસો થયો છે કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પીસીબીએ આ પ્રવાસ માટે મોહમ્મદ રિઝવાનની પસંદગી અને તેની અનુશાસનહીનતા પર નારાજગી વ્યક્ત કરી છે, જેના કારણે તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પરિણામે, કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાની ટીમમાં પાછા ફરવાની તેની શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી સંગીત જગતમાં શોકનો માહોલ: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અવસાન

માધુરી દીક્ષિતના પતિ ડો. નેનેએ જણાવ્યુ કેમ અનુષ્કા-વિરાટે લંડનમાં પસંદ કર્યુ ઘર, બોલ્યા - દરેક સમયે લોકોની નજરમાં રહેવુ મુશ્કેલ

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

લિંગરાજ મંદિર: ભુવનેશ્વરનું પ્રસિદ્ધ શિવ મંદિર

Shitla Mata Mandir: સૌથી મોટું શીતળા માતા મંદિર ક્યાં આવેલું છે?

આગળનો લેખ
Show comments