Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Karwa Chauth Katha- કરવા ચોથ વ્રતમાં શુ કરશો ?(કથા વીડિયો)

Updated: શનિવાર, 19 ઑક્ટોબર 2024 (12:27 IST)
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.

- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.

- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.

- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.

- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.


વ્રત કથા
 
ખૂબ સમય પહેલાની વાત છે, એક શાહુંકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલો પ્રેમ કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. તેના લગ્ન પછી કરવા ચોથ પર  તેમની બહેન  પિયરમાં આવે છે.
 
સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘરે  આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જલ વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.
 
સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચાયણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જોતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે. ત્યારબાદ ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.
 
તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.
અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકત જણાવે છે કે તેનું કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.
 
હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના મૃતદેહ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેની આસપાસ ઉગનારી ઘાસને  હટાવતી જાય છે.
 
એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીયો કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી 'યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો' એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.
 
આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પત્ની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને તેની ભાભી પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.
 
હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

વધુ જુઓ..

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના

નવરાત્રી વ્રતમાં શું ખાવું શું નહિ ? અહી જુઓ આખું લીસ્ટ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -11 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments