Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્યુટી ટિપ્સ - ઘરે જ બનાવો તમારો ફેસ ટોનર !

મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (12:42 IST)
દરેક સ્ત્રી પોતાના ચેહરાની સુંદરતાને વધારવા માટે રોજ તેની ક્લીંજિંગ, ટોનિંગ કરે છે.   આપણે બધા બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી જ ખરીદીએ છીએ. પણ આ બધા પ્રોડક્ટ્સ કેમિકલ યુક્ત હોવાને કારણે આપણે ફાયદા કરવાને બદલે નુકશાન જ પહોંચાડે છે.  જેની જાણ આપણને વય થયા પછી થાય છે.  ટોનર ચેહરાના ખુલ્લા થયેલા પોર્જ બંધ કરવાનુ કામ કરે છે.  જે ક્લીજિંગ પછી ખુલી જાય છે. જો તમે ચાહો તો તમે તમારા નેચરલ સ્કિન ટોનર ઘર પર જ બનાવી શકો છો. જેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને આ સ્કિનને એકદમ ક્લીયર કરી નાખે છે. 
 
1. તુલસી ટોનર - થોડી તુલસીને હાથમાં મસળીને અડધો કપ ઉકળતા પાણીમાં નાખો. તેને ચલાવો અને ફરી ગાળીને તેમા 1 ચમચી એલોવેરા જૈલ મિક્સ કરો. આ ટોનરને લગાવવાથી ખીલ ખતમ થઈને પોર્ઝ બંધ થશે. 
 
2. મેથી ટોનરથી ફેસ ચેહરો થશે સાફ - એક મુઠ્ઠી મેથીને 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખો અને પછી તેને ગાળીને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરીને પ્રયોગ કરો. આ ટોનરના ઉપયોગથી તમારો ચહેરો સાફ અને ચમકદાર દેખાશે. 
 
3. હળદર ટોનર - એક ચમચી હળદરને 3 ચમચી લીંબૂના રસ અને ચોથા ભાગનુ ગરમ પાણી મિક્સ કરો. પછી તેને ટોનરના રૂપમાં પ્રયોગ કરો. 
 
4. બરફ પણ છે એક સારો ટોનર - બરફ પણ એક ખૂબ સારો ટોનર છે. જો તમારી સ્કિન ઓઈલી છે તો તમારે માટે ખૂબ લાભકારી રહેશે. એક મુલાયમ અને બારીક કપડામાં બરફને લપેટી લો. તેનાથી પૂરો ચહેરો મસાજ કરો. આ ટોનર ગરમી માટે ખૂબ સારુ છે. 
 
5. ટામેટાના જ્યુસનુ ટોનર - ટામેટાનો રસ 3 ચમચીને 1 ચમચી મધ સાથે મિક્સ કરો. આ ટોનરને લગાવવાથી ચેહરાના દાગ-ધબ્બા મટી જશે અને ચહેરા પર ચમક આવશે. 

વધુ જુઓ..

રસ્તા પર નમાઝ ને લઈને બોલ્યા યોગી આદિત્યનાથ, તમારા ઘરમાં જગ્યા નથી તો સંખ્યા નિયંત્રિત કરી લો

IPL 2026 માં કોણ બનશે ઓરેંજ કૈપ અને પર્પલ કૈપ કિંગ ? રેસ થઈ ખૂબ જ રોમાંચક

કર્ણાટક - બે હાથીઓની પરસ્પર લડાઈમાં મહિલા ટુરિસ્ટે ગુમાવ્યો જીવ, કૈમરામાં રેકોર્ડ થઈ આખી ઘટના

રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 19 મે 2026

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

આગળનો લેખ
Show comments