Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય : સ્વાસ્થ્યની ચાવી તમારા જ હાથમાં

આધુનિક જીવન પદ્ધતિ એટલી જટીલ થઇ ગઇ છે કે, ઘણી વ્યક્તિઓને સ્‍વાસ્‍થ્યને લગતી નાની-મોટી ફરીયાદ રહે છે. ભાગદોડ વાળી જીંદગીમાં ચિંતા, અનિદ્રા, અપચો અને માથાના દુખાવાની પરેશાની સામાન્ય થઇ ગઇ છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. ફક્ત થોડા કાળજી રાખવાથી તકલીફોથી મૂક્તિ મળે છે.

 
1)  અનિંદ્રા : 
અનિંદ્રા આજકલની આધુનિક જીવન પદ્ધતિ અને માનસિક તનાવનું પરિણામ છે. અનિંદ્રાથી બચાવ લોકો તેની દવા લે છે. પરંતુ ધીમે-ધીમે તે દવાની આદત પડી જાય છે. પરિણામે રોજ ઊંધની દવા લેવી પડે છે.

 
ઉપચા
1) રાત્રે જમવામાં હળવો ખોરાક લેવો.
2) જમ્યા બાદ બે કલાક સુધી નિંદર ન કરવી.
3) જમ્યાં બાદ 15-20 સુધી ફરવું.
4) રાત્રે સૂતાં પહેલાં હુંફાળા પાણીથી સ્‍નાન કરવું.
5) પથારી પર ગયાં બાદ 10-15 મિનિટ સુધી 'શવાસન'માં રહેવું.

આ બધું કર્યાં પછી પણ જો ઉંઘ ન આવે તો કોઇ પણ સામાન્ય વિષયની અથવા ધાર્મિક ચોપડી વાંચવી.

2) બ્લડ પ્રેશ

ડાયબિટીઝ, અનિદ્રા, હૃદયરોગ જેવી બીમારીઓની માફક આ બ્લડ પ્રેશર પણ આધુનિક જીવન પદ્ધતિને દેન છે.

ઉપચાર -
-લોહીનું દબાણ સામાન્ય કરવા માટે મીઠું અને ઘી, તેલથી બનેલી ચરબી વાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઇએ.

-માંસાહારી લોકોએ માંસાહાર ત્‍યજીને લીલાં શાકભાજી ખાવાનું શરૂં કરવું જરૂરી છે.

-હળવી કસરતથી પણ 50 ટકાથી વધુ ફાયદો મળે છે. સાથે સાથે અમુક આસનો પણ કરી શકાય છે.

3) ઉધર

આ પણ એક સામાન્ય બીમારી છે. શ્વસનતંત્રને લગતા આ રોગમાં વધારે બેદરકાર રહેવું યોગ્ય નથી.

ઉપચા
1- એક અથવા બે દિવસો માટે ઉપવાસ કરવો. સાથે ઠંડા પદાર્થો બંધ કરવા. બામની વરાળ પણ લઇ શકાય છે.
2- એક ચમચી મધમાં બે ચપટી સૂંઠ નાખીને ચાટવી અને પાણી પીધાં વગર સુઇ જવું.

4) વાયુ (ગેસ)
વાયુના કારણે કબજીયાત અથવા અપચાની તકલીફ થાય છે. જે લોકો શારીરિક શ્રમ ઓછો કરે તેમને વધારે તકલીફ રહે છે.

ઉપચાર :
1) હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઇએ. તેમજ શૌચ ક્રિયાની નિયમિત ટેવ પાડવી.
2) દિવસમાં પાણી વધારે પ્રમાણમાં પીવું જોઇએ.

આ સિવાય ઘણી બધી બીમારિઓનો ઉપચાર ઘરે બેઠાં સામાન્ય રીતે કરી શકાય છે. ફક્ત થોડી કાળજી રાખવાથી તમે સંપુર્ણ સ્‍વસ્‍થ રહી શકો છો.

એકંદરે તમારા સ્વાસ્થ્યની 'ચાવી' તમારા હાથમાં જ છે...

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Show comments