Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જો તમે પણ પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તો અજમાવો આ 6 ઉપાય

Updated: રવિવાર, 12 મે 2019 (10:27 IST)
પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે પગના તળિયામાં થતી બળતરામાં લાભકારી થશે.
1. ઠડું પાણી - ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. 
 
2. હળદર- એક ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદરને મિક્સ કરી દિવસમાં 2 વાર પીવાથી પગના બળતરા ઓછી થાય છે . પગમાં હળદરનો લેપ પણ લગાવી શકો છો. 
 
3. સિંધાલૂણ - એક ટબમાં નવશેકું પાણીમાં અડધું કપ સિંધાલૂણ નાખી 10 થી 15 મિનિટ પગને પલાડી રાખો. 
 
4. એપ્પલ સાઈડ વિનેગર - 1 ગિલાસ ગરમ પાણીમાં 2 ચમચી  એપ્પલ સાઈડ વિનેગર નાખીને પીવાથી બળતરા ઓછી થાય છે. 
 
5. આદું - નવશેકું નારિયેળ કે જેતૂનનો તેલમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવી. 
 
6. કારેલા - કારેલાના પાનને વાટે તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવવું. 

વધુ જુઓ..

શું રાહુલ ગાંધીએ ગર્ભવતી પત્રકારને ધક્કો માર્યો હતો? ભાજપનો આરોપ, કોંગ્રેસનો ઇનકાર

કારની અંદર મળશે થિયેટર જેવી મજા : 15.6 ઈંચ રિયર સ્ક્રીન સાથે આવી MG વિંડસર ઈવી ઈંડલ્જ એડિશન, કેટલી છે કિમંત ?

Vivo V80 લોન્ચ, 7200mAh બેટરી અને 50MP ZEISS કેમેરા. કિંમત સાંભળીને તમે કહેશો, "શું આટલું સસ્તું છે?"

ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ :44માંથી 38 સીટ જીતી ભાજપે હેટ્રિક લગાવી, કોંગ્રેસે 5 બેઠક મેળવી લાજ બચાવી, આપના સુપડા સાફ

વધુ જુઓ..

Kushmanda Mata Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, આરતી, શું પ્રસાદ ચઢાવશો

શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી અંગેની મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ અને સમય જાણો

આજે મા ચંદ્રઘંટાને આ વસ્તુઓ અર્પણ કરો, દરેક અવરોધ જલ્દી દૂર થશે, અને તમને ઇચ્છિત પરિણામ મળશે

Navratri Day 4 : દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડા માતા, જાણો માતાના મંત્ર, શું પ્રસાદ ચઢાવશો

શુ તમે પણ નવરાત્રી અને દુર્ગા પૂજાને એક સમજો છો ? અહી જાણો બંને વચ્ચે અંતર

આગળનો લેખ
Show comments