Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

World Earth Day - આવો ઘરતીનુ કર્જ ઉતારીએ..

પૃથ્વી દિવસ પર વિશેષ

Updated: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (09:58 IST)
બ્રિટનના પૂર્વ ઉર્જા મંત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સની જળવાયુ પરિવર્ત પર રિપોર્ટ આપનારી સમિતિના સભ્ય નિગેલ લોસનની એક પુસ્તકમાં કહેવામાં આવ્યુ છે કે પૃથ્વી દિવસ આપણે એ વૈશ્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવી રહ્યા છે, જેણે જળાવાયુ પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ન ઉભા કર્યા છે. પર્યાવરણ પર પ્રશ્ન જ્યા સુધી તાપમાનમાં વધારાથી માનવતાના ભવિષ્ય પર આવનારા સંકટ સુધી સીમિત રહ્ય ો ત્યાં સુધી વિકાસશીલ દેશોનુ આ તરફ ધ્યાન નહોતુ ગયુ. હવે જળવાયુ ચક્રનુ સં કટ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી રહ્યુ છે, ત્યારે ખેડૂત એ નક્કી નથી કરી શકતો કે હવે ક્યારે તે બો વણ ી કરે અને ક્યારે કાપણી ? આવામાં થોડાક જ દેશ એવા છે જે આ સંકટને નજરઅંદાજ કરી શકે છે. જળવાયુ પરિવર્તન સિવિલ સોસાયટી રિપોર્ટના લોકાર્પણ પર યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલુવાલિયાએ એક વિકાસશીલ દેશના દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોણે આ મુદ્દા પર પહેલ કરવી જોઈએ. ઈશારો અને તર્ક બંને સાચા હતા, પરંતુ વૈશ્વિક ખાદ્ય સંકટના સમયમાં સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડે છે. આવા સમયે જો આપણે પર્યાવરણ પર સામૂહિક પ્રયત્નો માટે જોર લગાવીએ તો તેનો સૌથી વધુ લાભ આપણને જ મળશે.

વર્ષમાં એક જ દિવસ કેમ, રોજ કેમ નહી !

દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ મના વવામાં આવે છે. પરંતુ 1970થી દર વર્ષે 22 એપ્રિલના રોજ મનાવાતો વિશ્વ પૃથ્વી દિવસનુ સામાજિક અને રાજનીતિક મહત્વ છે. આમ તો 21 માર્ચના રોજ મનાવાતો 'ઈંટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનુ સમર્થન મળ્યુ છે. પરંતુ આનુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ જ છે. તેના ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણી ગોળાર્થના પાનખરના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે. પરંતુ દ ુનિયાના મોટાભાગના દેશોમાં હવે 22 એપ્રિલ જ 'વર્લ્ડ અર્થ ડે' ના રૂપમાં ઉજવવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે આ દિવસ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનની મગજની ઉપજ છે જે ઘણા વર્ષોથી પર્યાવરણને સર્વ માટે એક રસ્તો શોધી રહ્યા હતા. આમ તો એવી ઘણી તરકીબ છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ. આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને ક ંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે તો ઘરતીના કર્જને થોડુ ઉતારી શકે છે.

વધુ જુઓ..

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

રેપો રેટના નિર્ણય પહેલા શેરબજારમાં વધ્યો ગભરાટ, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા, Titan-SBI Life તૂટ્યા

Shardiya Navratri 2026: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ ? જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

રાજ્યમાં હવામાનનો નવો મિજાજ: આગામી દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની મોટી અગાહી

ભારતની GDP પર વર્લ્ડ બેંકનો વિશ્વાસ વધ્યો, FY27 ગ્રોથ અનુમાન 6.6% થી વધીને થયો 7.1%

વધુ જુઓ..

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

Shardiya Navratri 2026: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ ? જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓક્ટોબર 2026

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

આગળનો લેખ
Show comments