Festival Posters
✕

ચોમાસામાં ઘરે જ બનાવો ગરમા ગરમ મલાઈ કોફતા કઢી

Updated: બુધવાર, 24 જુલાઈ 2019 (18:43 IST)
સામગ્રી -  4  મધ્યમ આકારના બટાકાં બાફેલા તેમજ મસળેલા, ૨મોટી ચમચી ચણાનો લોટ, ૧-૧૫ કાજું, ૫૦ ગ્રામ પનીર, ૨ નાની ચમચી મીઠુ, ૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર, ૧/૨ નાની ચમચી હળદર પાઉડર, ૨ નાની ચમચી ધાણા પાઉડર, ૨ લીલા મરચાં ઝીણાં સમારેલા, ૨ ડુંગળીની પેસ્ટ, ૨ મોટી ચમચી આંદુલસણની પેસ્ટ, ૧ કપ તાજા ટામેટાની પેસ્ટ, ૨ મોટી ચમચી જામેલું દહીં, ૩ મોટી ચમચી તેલ, તળવા માટેજુદું તેલ, ૧/૪ કપ ક્રીમ સમારેલ લીલી કોથમીર, ચપટી ગરમ મસાલો.
 
રીત ઃ મસળેલા બટાકામાં ચણાનો લોટ, ૧/૨ ચમચી મીઠું, સમારેલ, લીલા મરચાં તેમજ પનીરને મિક્સ કરો. ત્યારબાદ નાના નાના ગોળ આકારના લૂઆ બનાવી તેને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. ૩ મોટી ચમચી તેલ ગરમ કરો. ડુંગળી તેમજ લસણ આદુની પેસ્ટ નાખીને સાંતળો. ટામેટાની પેસ્ટ તેમજ દહીં નાખીને બાકીનો મસાલો નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહો. ૨ કપ પાણી નાખી ઉકાળો. કોફતા નાખો તેમજ એક ઊભરો આવતાની સાથે નીચે ઊતારી લો. ખૂબ ફીણેલું ક્રીમ, સમારેલી કોથમીર તેમજ મસાલો નાંખો.

વધુ જુઓ..

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. યાત્રાળુઓને લઈ જતું એક વાહન ટ્રક સાથે અથડાયું, જેમાં નવ લોકોના મોત થયા. પરિવાર ખાટુ શ્યામ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

Gold Price- આ વર્ષે સોનાના ભાવ ₹53,700 ઘટ્યા, 9 દિવસમાં ₹17,600 ઘટ્યા

બાલાઘાટમાં ચૌમીન ખાધા પછી 100 થી વધુ બાળકો બીમાર પડ્યા, મોડી રાત્રે દાખલ, ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા.

આ વર્ષે ચાંદીના ભાવમાં ₹2.46 લાખનો મોટો ઘટાડો થયો છે, જે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 61% નીચે છે

૧૨ રાજ્યોમાં વરસાદની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા; દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીની સ્થિતિ; હવામાન અપડેટ્સ વાંચો

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

આગળનો લેખ
Show comments