Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસિપિ - પંચરત્ન દાળ

સામગ્રી  - તુવેર દાળ - 25 ગ્રામ, મગની દાળ - 25 ગ્રામ, અડદની દાળ 25 ગ્રામ, ચણાની દાળ - 25 ગ્રામ, મસૂરની દાળ 25 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર.

વઘાર માટે  સામગ્રી  - 1 થી 2 ચમચી ઘી, ચપટી હિંગ, નાની અડધી ચમચી જીરૂ, કાળા મરીના દાણા 6થી 8, લવિંગ - 4, મોટી ઇલાયચી - 2, આખા લાલ મરચા - 2, આદું - એક ઇંચના લાંબા ટૂકડામાં, લીલા મરચાં - 2 ઝીણા કાપેલા, અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી ધાણાજીરૂ, કોથમીર.

બનાવવાંવી રી ત - પાંચેય દાળોને સાફ કરી ધોઇ લો અને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારપછી દાળ કૂકરમાં નાંખો અને તેમાં 1 કપ પાણી, હળદર અને મીઠું નાંખી દો. 1 સીટી વાગે ત્યાંસુધી બાફો અને ગેસની આંચ બંધ કરી દો. કૂકરનું પ્રેશર પૂરું થાય એટલે કૂકર ખોલો.

આખા મસાલા જેવા કાળા મરી, લવિંગ અને ઇલાયચીને સાફ કરી અધકચરાં દળી લો.

કોઇ તપેલીમાં ઘી નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં હીંગ અને જીરૂ નાંખી તતડાવો, જીરૂ તતડે એટલે દળેલા મસાલા અને લાલ મરચાંના ટૂકડા કરીને નાંખો, સાથે આદું અને લીલા મરચાં પણ નાંખો. થોડું સાંતળી દો. પછી આ જ તપેલીમાં ઉકાળેલી દાળ નાંખો. દાળ સારી રીતે મિક્સ થાય ત્યાંસુધી રાંધો. જો જરૂર જણાય તો પાણી ઉમેરો. હવે ગેસ બંધ કરી દો અડધી લીલી કોથમીર દાળમાં નાંખી હલાવી દો. તૈયાર છે તમારી પંચરત્ન દાળ.

પીરસતી વખતે બાઉલમાં દાળ કાઢી ઉપરથી બાકી રહેલી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમાગરમ પંચરત્ન દાળ રોટલી કે ભાત સાથે પીરસો.

વધુ જુઓ..

ટીમ ઈન્ડીયાની હાર છતાં લોર્ડ્સમાં થયો રેકોર્ડ્સનો વરસાદ, ઈગ્લેન્ડે 6 વર્ષ પછી ભારત વિરુદ્ધ જીતી સિરીઝ

FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યા બાદ તૂટ્યા લીયોનેલ મેસ્સી, ધ્રુસકે ધ્રુસકે રડવાનો વિડીયો વાયરલ

સ્પેને 16 વર્ષ પછી જીત્યો ફિફા વર્લ્ડ કપનો ખિતાબ, ફેરન ટોરેસના ગોલથી આર્જેન્ટિનાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયુ

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments