Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આધ્રપ્રદેશની રેસીપી - ટોમેટો કરી

Updated: સોમવાર, 4 જુલાઈ 2016 (17:59 IST)
આંધ્રા સ્ટાઈલની ટોમેટો કરી સ્વાદમાં થોડી જુદી હોય છે. આ રેસ્પી દ્વારા જાણો આંધ્રા ટોમેટો કરીમાં છુપાયેલ ટેસ્ટનુ રહસ્ય. 
જરૂરી સામગ્રી - 3 ટામેટા, 2 ડુંગળી ઝીણી સમારેલી, એક લીલુ મરચું કાપેલુ, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર, એક મોટી ચમચી સફેદ તલ સેકેલા, એક કપ કોકોનટ મિલ્ક ઘટ્ટ, એક ચપટી હીંગ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરુ, 7 થી 8 પાન કડી લીમડો, સ્વાદમુજબ મીઠુ, તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા સફેદ તલને ગ્રાઈંડરમાં ઝીણા વાટી લો.  વાસણમાં પાણી અને ટામેટા નાખીને તેને ગેસ પર ઉકળવા મુકો.  5 મિનિટ ટામેટા ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. જ્યારે ટામેટા ઠંડા થઈ જાય તો તેના છાલટા કાઢી લો. તેને વાટી લો. હવે પેનમાં તેલ નાખીને ગેસ પર ગરમ કરો. પછી તેમા જીરુ, રાઈ અને કઢી લીમડો નાખો. જ્યારે જીરુ તતડવા માંડે તો પેનમાં લીલા મરચા અને હીંગ નાખો. 
 
ત્યારબાદ તેલમાં ડુંગળી અને મીઠુ નાખીને ફ્રાઈ કરો. ડુંગળી સોનેરી થઈ જાય તો તેમા ટામેટા અને હળદર મિક્સ કરો. પેન ઢાંકી દો અને 4 થી 5 મિનિટ ધીમા તાપ પર ટામેટા થવા દો. હવે ટામેટામાં સફેદ તલ અને લાલ મરચુ પાવડર નાખીને 2 મિનિટ સીઝવા દો. પછી શાકમાં કોકોનટ મિલ્ક નાખીને હલાવો. તેને ઉકાળો આવતા સુધી બફાવા દો. જ્યારે શાકભાજી ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરી દો. તેને લીલા ધાણાથી સજાવીને ભાત અને રોટલી સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

'We Will Do It...', સેવા ભાવના 25 વર્ષ પુરા થવા બદલ પીએમ મોદીએ આપ્યો નવો મંત્ર, કહ્યુ - દરેક સંકટ મારા ધૈર્યની પરીક્ષા

સ્મૃતિ મંઘાના બની ભારતીય ક્રિકેટ ટીમની નવી કપ્તાન, ઝિમ્બાબવે સીરિઝને લઈને થયુ ટીમનુ એલાન

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

રેપો રેટના નિર્ણય પહેલા શેરબજારમાં વધ્યો ગભરાટ, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા, Titan-SBI Life તૂટ્યા

Shardiya Navratri 2026: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ ? જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

વધુ જુઓ..

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

Shardiya Navratri 2026: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ ? જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓક્ટોબર 2026

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

આગળનો લેખ
Show comments