Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપાય - આ એક નુસ્ખો અજમાવીને કમર દર્દથી રાહત મેળવો

શનિવાર, 28 જાન્યુઆરી 2017 (17:15 IST)
કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો પરેશાન જોવા મળે છે. કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે  કે પછી ક્યારેક તેના બીજા પણ અનેક કારણ હોઈ શકે છે. આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી. તેથી આજે અમે એક એવો નુસ્ખો બતાવીશુ  જે આ તકલીફમાં ખૂબ કારગર સાબિત થાય છે અને તે છે લસણવાળુ દૂધ. તેનુ સેવન કમર દર્દ ઠીક કરવા ઉપરાંત અનેક બીજી બીમારીઓ જેવી કે અસ્થમા, નિમોનિયા, ટીબી, હ્રદયની સમસ્યાઓ, અનિદ્રા, ગઠિયા, ખાંસીમાં પણ રાહત આપે છે. 
 
સામગ્રી - લસણની કળીઓ - 5 
દૂધ - 1 કપ 
મધ - 2 નાની ચમચી 
 
આ રીતે બનાવો લસણવાળુ દૂધ 
 
1. લસણવાળુ દૂધ બનાવવા માટે સૌ પહેલા લસણને છોલી લો અને તેને દરદરુ વાટી લો. 
2. ધીમા તાપ પર દૂધમાં લસણ નાખો અને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. આ ઉપરાંત જો તમે દૂધને ઉકાળવા ન માંગો તો તમે દૂધ ગરમ કરીને તેમા વાટેલુ લસણ પણ નાખી શકો છો. 
3. હવે તેને આ જ રીતે 2 કલાક માટે ઢાંકીને મુકી દો. આવુ કરવાથી લસણ પોતાની અસર દૂધમાં છોડી દેશે. પછી તેમા મધ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
4. તમે આને દિવસમાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘૂંટ-ઘૂંટ કરીને પીવો. 
5. જો તમને ખૂબ વધુ કમરનો દુખાવો રહેતો હોય તો તમે આ દૂધને દિવસમાં 2 થી 3 વાર પણ પી શકો છો. જેનાથી તમને આ કમરના દુખાવાથી છુટકારો મળે છે. 
 
જરૂરી સલાહ - તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ દૂધ ખૂબ ગરમ હોય છે તેથી તેને ઠંડીના દિવસોમાં લેવુ વધુ સારુ હોય છે. 

વધુ જુઓ..

આજે ભારતમાં ચોમાસુ પહોંચશે, કેરળ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરા પડવાની આગાહી

દિલ્હીના માલવિયા નગરમાં ભીષણ આગમાં 21 લોકોના મોત, હોટલ માલિક લવેકેશ બજાજની ધરપકડ

શ્રેયસ ઐય્યર 2.5 વર્ષથી ભારતીય T20 ટીમની બહાર, હવે સીધો કપ્તાન બનવાની રેસમાં સૌથી આગળ

સૂર્યકુમાર યાદવની કપ્તાની જવી લગભગ નક્કી, ટી20 માં ટીમ ઈંડિયાના આગામી કપ્તાન બનવાની રેસમાં શ્રેયસ ઐય્યર સૌથી આગળ

મુઝફ્ફરપુર - બ્રહ્મપુરાના પ્રસાદ હોસ્પીટલમાં આગ, ICU માં દાખલ દર્દીઓનું દમ ઘૂંટવાથી મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

પુરુષોત્તમ માસની કથા આધ્યાય - 8 | અધિક માસ અધ્યાય આઠમો - સાસુ-વહુની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments