Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળ વાર્તા અકબર બિરબલ - ઈચ્છુ તે આપુ

દિલ્હીના રાજદરબારમાં સભા જામી હતી બાદશાહ અકબર સિંહાસને બેઠા હતાં. આસપાસ દરબારીઓ બેઠા હતા. સભામાં એક વૃધ્ધ માણસ આવ્યો. સાથે યુવાન પણ હતો. બાદશાહને કુરનિશ બજાવી અને કહ્યુ- અમને ન્યાય આપો.' યુવાનનું રૂપ રાજાના કુંવર જેવું હતુ. આંખમાં તેજ હતુ. 'બોલો ભાઈ કઈ વાતનો ન્યાય ?'

' આ યુવાન છે તે મારા મિત્રનો પુત્ર છે" વૃધ્ધે વાત શરુ કરી. બાદશાહ સાંભળતાં હતા. મારા મિત્ર મૃત્યુ પામ્યો છે. તેના પુત્રને મેં ભણાવી-ગણાવી મોટો કર્યો. પોતાના દીકરાની જેમ સાચવ્યો. અકબર બોલ્યા 'સરસ તમે એક મિત્રની ફરજ બજાવી'.

વૃધ્ધે આગળ કહ્યું - 'મિત્રે મરતાં સમયે દસ હજાર સોનામહોરો આપી છે અને લેખ કર્યો છે કે...તેનો પુત્ર મોટો થાય, વીસ વર્ષનો થાય, ત્યારે આ સોનામહોર છે તેમાંથી હું ઈચ્છું તે યુવાનને આપું.' તમે કેટલી સોનામહોર આપી? બાદશાહ બોલ્યા.

' હું તેને એક હજાર સોનામહોર આપું છુ. આ યુવાન લેવાની ના પાડે છે. એને તો બધી સોનામહોર લેવી છે. તેથી મને અહીં લઈ આવ્યો છે. વુધ્ધે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ. ભાઈ, તારે કાંઈ કહેવું છે!

યુવાને કહ્યું ' મારે તો ન્યાય જોઈએ.' આટલું બોલીને તે ચૂપ થઈ ગયો.

વાત વિચારવા જેવી હતી. દરબારીઓ માથું ખંજવાળતા હતા. અમલદારો પગથી જમીન ખોતરવા લાગ્યા. બાદશાહ પણ વિચારમાં પડી ગયા. તે બોલ્યા લેખમાં સ્પષ્ટ છે. વુધ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે. તો ભાઈ, એક હજાર સોનામહોર લઈ લે. યુવાન કાંઈ ન બોલ્યો.

બીરબલ બુધ્ધિનો ભંડાર. બીરબલથી અન્યાય સહન ન થયો. તેણે યુવાન તરફ જોયું. યુવાન સાચો હતો. તે ન્યાય લેવા આવ્યો હતો. બીરબલ સભામાં ઊભો થયો. અને બોલ્યો -મને રજા આપો તો મારે આ બાબતમાં કાંઈ કહેવું છે.

બોલ. તારો શુ અભિપ્રાય છે?

બીરબલે વુધ્ધને કહ્યુ -દસ હજાર સોનામહોરના બે ઢગલા કરો. એક નવ હજારનો અને બીજો એક હજારનો.

વૃધ્ધે સોનામહોરના બે ઢગલા કર્યા.

બીરબલે વૃધ્ધને પૂછ્યું- આમાંથી તમે કયો ભાગ ઈચ્છો છો? વૃધ્ધે નવ હજારના સોનામહોર પર હાથ મૂક્યો. બીરબલ ખુશ થયા અને બોલ્યા ' નામદાર, આ નવ હજાર સોનામહોર યુવાનને આપો.'

બાદશાહ બોલ્યા -કેમ?

બીરબલે સ્પષ્ટ કર્યુ -લેખ તમે વાંચ્યો છે જેમાં લખ્યું છે કે આ વૃધ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે. વૃધ્ધ નવહજાર સોનામહોરો ઈચ્છે છે એટલે તે સોનામહોર આ યુવાનને આપવી જોઈએ. બીરબલની હોશિયારી, બુધ્ધિચાતુર્ય જોઈને બાદશાહ ખુશ થયા.

યુવાન ખુશ થયો....બાદશાહને દુઆ દેતો ચાલતો થયો.

વધુ જુઓ..

69 વર્ષીય 'ચાર્લ્સ શોભરાજ' જેવો ચાલાક ઠગ, જેણે 30 વર્ષ સુધી લક્ઝરી હોટેલોને લાખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

એક 'પરિણીત' સ્ત્રીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા; છોકરાએ કોર્ટ મેરેજ કરવાનો ઇનકાર કર્યો

બુલિયન બજાર અને MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે

Up Rain 24 કલાક માટે રેડ એલર્ટ, 7 લોકોના મોત, રસ્તાઓ ધરાશાયી, શાળાઓ બંધ.

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

આગળનો લેખ
Show comments