Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મેઘરાજાની તોફાની સેકન્ડ ઇનિંગ: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું સંકટ, જાણો અત્યાર સુધી ક્યા કેટલો પડ્યો વરસાદ

Updated: શનિવાર, 25 જુલાઈ 2026 (09:43 IST)
rain alert in gujarat
રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવે વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો અને દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે જિલ્લાવાર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે, અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ALSO READ: PM મોદીના વીડિયોએ ઇન્સ્ટાગ્રામ પર 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, IShowSpeed ​​ને છોડ્યુ પાછળ

 અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ ટ્રાફિક પર અસર થવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
 

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

 
બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મંડાશે: અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

 
સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
 

મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં યલો એલર્ટ

 
મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા છે.
 

 વરસાદી સિસ્ટમ સક્રિય: નાગરિકો માટે વિશેષ સાવચેતીની સૂચના

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સક્રિય થયેલી 5 વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને નદી-નાળા અને જળાશયો નજીક ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતો, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોએ જરૂરી તકેદારી રાખવી અનિવાર્ય છે.
 

24 કલાકમાં ક્યા કેટલો પડ્યો વરસાદ 

રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થતાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 265 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાંતલપુરમાં 15 ઇંચ, રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ અને દિયોદરમાં 10.83 ઇંચ નોંધાયો છે; આ ઉપરાંત મહેમદાવાદમાં 8.39 ઇંચ, દાંતિવાડામાં 7.09 ઇંચ, થાનગઢમાં 7.09 ઇંચ, વાંકાનેરમાં 6.96 ઇંચ, સુઈગામમાં 6.81 ઇંચ, ઓગડમાં 5.98 ઇંચ, દેહગામમાં 5.71 ઇંચ, થરાદમાં 5.12 ઇંચ, સોજીત્રામાં 5.12 ઇંચ, ડીસામાં 5.04 ઇંચ, કઠલાલમાં 5 ઇંચ, વાસોમાં 4.96 ઇંચ, રાપરમાં 4.96 ઇંચ, મહુધામાં 4.92 ઇંચ, ધનસુરામાં 4.92 ઇંચ, ખેડામાં 4.76 ઇંચ, માતરમાં 4.72 ઇંચ, ખેરાલુમાં 4.72 ઇંચ, હડાદમાં 4.45 ઇંચ અને નડિયાદમાં 1.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Big Boss 20 - કોણ કોણ કરશે સલમાનના શો માં એંટ્રી ? રજત બેદીથી લઈને મેરી કૉમ સુધી, બિગ બોસ 20 ના આ 10 નામ પર થઈ રહી છે ચર્ચા

ગુજરાતી જોક્સ - મિત્ર: ભાઈ, તારા લગ્નને કેટલા વર્ષ થયા છે?

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળીઓ લો

ગુજરાતી જોક્સ - ગેસ પણ બંધ રહેશે

ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય.

આગળનો લેખ
Show comments