Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર અને તમામ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર!

Updated: ગુરુવાર, 30 જુલાઈ 2026 (16:08 IST)
gujart rain
 
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રાજ્ય સરકારે સંપૂર્ણ સતર્કતા દાખવી છે. સંભવિત પરિસ્થિતિઓ અને આપત્તિઓને પહોંચી વળવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી આગોતરાં પગલાં લેવાના આદેશ આપ્યા છે. સરકારે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મિલકતના નુકસાનને રોકવા માટે પૂર્વ આયોજન પર વિશેષ ભાર મૂક્યો છે.
ALSO READ: પત્નીના ત્રાસથી હેરાન પુરુષે પોતાની જાતને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી; આ ભયાનક મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારોને આદેશ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ કલેક્ટરો અને અધિકારીઓને સ્થાનિક સ્તરે સતત નિરીક્ષણ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તમામ મામલતદારોને પત્ર લખીને પોતાના વિસ્તારમાં આવેલા જોખમી બાંધકામોની તાત્કાલિક ઓળખ કરી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે, જેથી વરસાદ દરમિયાન અકસ્માતનો ભય ઘટાડી શકાય.
 

જોખમી હોર્ડિંગ્સ, વીજ થાંભલા અને જર્જરીત મકાનો અંગે સાવચેતી

વાવાઝોડા અને ભારે વરસાદ દરમિયાન ધરાશાયી થઈ શકે તેવાં જોખમી હોર્ડિંગ્સ, વીજ થાંભલા અને જર્જરીત મકાનોને લઈને ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રને આવા તમામ સ્થળોનું તાત્કાલિક નિરીક્ષણ કરી સમયસર તેને સુરક્ષિત કરવા અથવા હટાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
 

 જર્જરીત પુલ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારો પર સતત દેખરેખ

જર્જરીત પુલ, કોઝવે અને ઓવર-ટોપિંગ રોડ પર પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખી વાહનવ્યવહાર માટે જરૂરી પ્રતિબંધો મૂકવા જણાવાયું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવા જિલ્લા તંત્રને સૂચના આપી છે, જેથી જાનહાનિ અટકાવી શકાય.
ALSO READ: Rajkot Murder Case - ઈંસ્ટાગ્રામ પર બહેનને મિત્રએ મોકલ્યો મેસેજ, ભાઈએ ચા પીવા માટે બોલાવીને એટલો માર્યો કે થયુ મોત, ત્રણ લોકોની ધરપકડ

 NDRF અને SDRF ની ટીમો હાઇ એલર્ટ મોડ પર

કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને SDRF ની ટીમોને સંપૂર્ણ રીતે તૈયાર અને સતર્ક રહેવા જણાવાયું છે. તમામ જરૂરી સાધનો અને માનવબળ સાથે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ડર નથી લાગતો

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

જ્યારે વિજય આનંદે સગી ભાણેજ સાથે કર્યા લગ્ન, ભાઈની કરતૂત પર ભડકી ગયા દેવ આનંદ, બોલ્યા - બધુ ઓશોની દેન

20 વર્ષની વયમાં અસ્ત થયો ચમકતો સ્ટાર, આ ફેમસ અભિનેતાનુ થયુ નિધન

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

આગળનો લેખ
Show comments