Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો ચોંકાવનારો ખુલાસો, બોલ્યા - અમે અલગ થઈ ચુક્યા છે, મુશ્કેલીના સમયમાં...

Updated: શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (13:21 IST)
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંરા આજકાલ અનેક ખુલાસા કરવામાં લાગ્યા છે. ટૂંક સમયમા જ રાજ કુંદ્રાની ફિલ્મ 'UT-69' રજુ થવાની છે.  સતત માસ્ક લગાવતા જોવા મળનારા રાજ કુંદ્રાએ હવે માસ્ક લગાવવુ છોડી દીધુ છે. ફિલ્મના ટ્રેલર લોંચ થવાના ઠીક બે દિવસ પછી તેમણે એક ચોકાવનારી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર શેયર કરી છે.  તેમણે આ પોસ્ટમાં પોતાના જુદા થવાની જાહેરાત કરી છે. આ વિશે તેમણે વધુ માહિતી શેયર કરી નથી.  તેમણે લોકોને મુશ્કેલ સમય માં તેમને સમય આપવાની ભલામણ કરી છે. 
 
રાજ કુંદ્રાએ કહ્યુ - અમે જુદા થઈ ગયા છે.. 
 
શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પોસ્ટમાં લખ્યુ, અમે જુદા થઈ ગયા છે અને તમને વિનમ્ર અનુરોધ છે કે આ મુશ્કેલ સમયમાં અમને સમય આપો. શિલ્પા શેટ્ટીના પતિની આ પોસ્ટ દરેકનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. લોકો હેરાન થઈ રહ્યા છે કે છેવટે રાજ કુંદ્રાએ આવુ કેમ કહ્યુ.  અનેક લોકો તેને શિલ્પા શેટ્ટી સાથે જોડીને પણ જુએ છે. લોકોને લાગી રહ્યુ છે કે શુ શિલ્પા અને રાજ કુદ્રા જુદા થઈ ગયા છે. ફેંસના સતત આવી રહેલા સવાલોનો અત્યાર સુધી ન તો રાજ કુદ્રા અને ન તો શિલ્પા શેટ્ટીએ જવાબ આપ્યો છે. આવામાં એ કહેવુ  મુશ્કેલ છે કે રાજ કુંદ્રાની આ પોસ્ટ કયા સંદર્ભમાં કરવામાં આવી છે. 
 
શિલ્પાએ નથી આપ્યા કોઈ સંકેત 
આ દરમિયાન શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર એવુ કશુ પણ શેયર કર્યુ નથી. બીજી બાજુ અનેક લોકોને એવુ પણ લાગી રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આ બધુ પોતાના ફિલ્મના પ્રમોશન્સ માટે કરી રહ્યા છે.  આવામાં આ મામલા પર ફેંસને શિલ્પા શેટ્ટી તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.  રાજની આ પોસ્ટ તેમની પહેલી ફિલ્મ યૂટી 69 ના ટ્રેલરના લૉન્ટના બે દિવસ પછી સામે આવી છે.  રાજ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે જે તેમના જેલમા વીતાવેલા સમયની આસપાસ ફરે છે.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રોજ 20 મિનિટ વૉક કરવાથી મગજ પર કેવી અસર પડે છે ? હાર્ટ સર્જને ગણાવ્યા શોર્ટ અને લોંગ ટર્મ ફાયદા

Independence Day Special Trending Recipes - સ્વતંત્રતા દિવસની ખાસ ટ્રેન્ડિંગ ત્રિરંગા રેસિપી

Jivantika Prasad Recipe- જીવંતિકા માતાજી માટે પ્રસાદની ખાસ રેસીપી

Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ

15 મી ઓગસ્ટ સ્પીચ/ સ્વતંત્રતા દિવસ સ્પીચ

આગળનો લેખ
Show comments