Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં શુ અંતર છે ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

Updated: મંગળવાર, 17 માર્ચ 2026 (12:59 IST)
difference between chaitra and shardiye navratri
Chaitra Navratri 2026: વર્ષમાં 4 નવરાત્રીઓ આવે છે. ચૈત્ર મહિનામાં વસંત નવરાત્રિ, અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ, આસો મહિનામાં શારદી નવરાત્રી અને માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રિ. બધી નવરાત્રીઓ એકબીજાથી અલગ છે.  
 
અષાઢ અને માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાઓની પૂજા થાય છે. જ્યારે કે ચૈત્ર અને આસો માસમાં 9 દુર્ગાની પૂજા થાય છે. આવો જાણીએ કે આસો કે શારદીય નવરાત્રીથી ચૈત્ર કે વસંત નવરાત્રી કેવી રીતે જુદી છે. 
 

1. સમય અને ઋતુનુ અંતર 

 
સૌથી મોટુ અંતર તેના સમય અને ઋતુનુ હોય છે. ચૈત્ર નવરાત્રીમાં વસંતનુ આગમન થાય છે જ્યારે કે નવરાત્રીમાં ઠંડીનુ આગમન થાય છે.  
ચૈત્ર નવરાત્રી હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલના મહિનામાં આવે છે અને આ દિવસથી હિન્દુ નવવર્ષ પણ શરૂ માનવામા આવે છે.  
 
બીજી બાજુ શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પક્ષમાં આવે છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવે છે. 
 
ચૈત્ર નવરાત્રિથી જ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે.. જ્યારે કે શારદીય નવરાત્રી વર્ષના મધ્યનો સમય હોય છે. 
 

2. ધાર્મિક મહત્વ 

 
બંને નવરાત્રીઓનુ ધાર્મિક મહત્વ જુદા જુદા કારણોથી માનવામાં આવે છે. 
 
ચૈત્ર નવરાત્રીને સૃષ્ટિની શરૂઆત અને નવા વર્ષની શરૂઆતથી જોડવામાં આવે છે. અનેક માન્યતાઓ મુજબ આ સમય ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. 
 
શારદીય નવરાત્રીને મા દુર્ગાની મહિષાસુર પર વિજય સાથે જોડવામાં આવે છે તેથી દસમા દિવસે વિજયાદશમી (દશેરા) નો તહેવાર ઉજવવામાં આવે છે. 
 
ચૈત્ર નવરાત્રીના અંતમા રામનવમી આવે છે તેથી આ નવરાત્રિમાં શક્તિ અને વિષ્ણુ બંનેની આરાધના કરવામાં આવે છે. જ્યારે કે શારદીય નવરાત્રીન અંતમાં દુર્ગા મહાનવમી આવે છે અને બીજા દિવસે વિજયા દશમી આવે છે. 
 
માન્યતા છે કે વિજયાદશમીના દિવસે જ્યા મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો  હતો તો બીજી બાજુ શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. તેથી આ નવરાત્રિમાં વિશુદ્ધ રૂપથી શક્તિની ઉપાસના કરવામાં આવે છે.  
 

3. પૂજા અને પરંપરાઓ 

 
પૂજા-પાઠ બંને નવરાત્રીઓમા લગભગ સમાન થાય છે, પણ ઉત્સવનુ સ્વરૂપ જુદુ થઈ શકે છે. 
 
ચૈત્ર નવરાત્રિમાં મોટાભાગના લોકો ઘરે ઘટ સ્થાપના, વ્રત અને પાઠ કરે છે. 
શારદીય નવરાત્રીમાં મોટા સ્ત પર ગરબા, ડાંડિયા, દુર્ગા પંડાલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં. 
 
ચૈત્ર નવરાત્રિના દિવસોમાં સાધનાનુ ખાસુ મહત્વ રહે છે. જ્યારે કે શારદીય નવરાત્રિના દિવસે દુર્ગા પૂજા અને આરાધનાનુ ખાસ્સુ મહત્વ રહે છે. 
 
શારદીય નવરાત્રિમા સાત્વિક સાધના, નૃત્ય અને ઉત્સવ માનવામાં આવે છે. જ્યારે કે ચૈત્ર નવરાત્રિમાં મુશ્કેલ વ્રતનુ મહત્વ હોય છે. 
 

4. સામાજીક અને સાંસ્કૃતિક પ્રભાવ 

 
ચૈત્ર નવરાત્રિ વધુ ધાર્મિક અને આધ્યાત્મિક સાધના પર કેન્દ્રીત હોય છે. 
શારદીય નવરાત્રિનુ સ્વરૂપ વધુ ઉત્સવ અને સામાજીક આયોજનવાળુ હોય છે. 
 
ચૈત્ર નવરાત્રિનુ મહત્વ ખાસ કરીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના અને કર્ણાટકમાં રહે છે. જ્યારે કે શારદીય નવરાત્રીનુ મહત્વ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં હોય છે.  
 
શારદીય નવરાત્રિને સાંસારિક ઈચ્છઓની પૂર્તિ માટે ઉજવાય છે જ્યારે કે ચૈત્ર નવરાત્રિને આધ્યાત્મિક ઈચ્છાઓની પૂર્તિ, સિદ્ધિ, મોક્ષ માટે ઉજવાય છે. 
 
ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી બંને દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત પવિત્ર તહેવારો છે. તફાવત ફક્ત તેમના સમય, ધાર્મિક માન્યતાઓ અને ઉજવણીના સ્વરૂપમાં છે. ચૈત્ર નવરાત્રી નવા વર્ષ અને આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે, જ્યારે શારદીય નવરાત્રી દેવી દુર્ગાના વિજય અને ઉજવણીની ઉજવણી કરે છે.
 

વધુ જુઓ..

ગણપતિ બાપ્પા માટે ખાસ નૈવેદ્ય, ‘ગુલકંદ-ડ્રાયફ્રૂટ બેસન લાડુ’ જરૂર ટ્રાય કરો

ગરમ ચા-કોફી પીવાની ટેવ પડી શકે છે ભારે, ૩ ગણો વધી જાય છે એસોફૈગસનો ખતરો

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments