Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Updated: ગુરુવાર, 17 એપ્રિલ 2025 (23:30 IST)
Good Friday History and Significance: ગુડ ફ્રાઈડેનો દિવસ ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુડ ફ્રાઈડે દર વર્ષે ઇસ્ટર સન્ડે પહેલા આવે છે. તો ચાલો જાણીએ કે ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે.
 
ગુડ ફ્રાઈડે કેમ મનાવવામાં આવે છે ? 
આ એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા અને તેમને ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલે ખ્રિસ્તીઓ માટે આ શોકનો દિવસ છે. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે. આ દિવસે, ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો ચર્ચમાં જાય છે અને ખાસ પ્રાર્થના કરે છે. સાથે જ ઈશુને પોતાનાં પાપોની ક્ષમા માટે પણ પ્રાર્થના કરે છે.
 
પ્રભુ ઈસુને શા માટે સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા ? 
ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ઈસુ ખ્રિસ્ત અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા માટે લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. સાથે જ તેઓ વિશ્વમાં પ્રેમ, જ્ઞાન અને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા હતા. તે સમયે, કટ્ટરપંથી યહૂદી ધાર્મિક નેતાઓએ ઈસુનો સખત વિરોધ કર્યો. કટ્ટરપંથીઓએ ઈસુ વિશે તત્કાલીન રોમન ગવર્નર પિલાતને ફરિયાદ કરી. રોમનોને હંમેશા ડર રહેતો હતો કે યહૂદીઓ બળવો કરશે. આવી સ્થિતિમાં, કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે, પિલાતે ઈસુને ક્રોસ પર લટકાવીને મારી નાખવાનો આદેશ આપ્યો. ક્રૂસ પર ચઢાવવામાં આવ્યા અને ત્રાસ આપ્યા પછી પણ, ભગવાન ઈસુ ખ્રિસ્તે પોતાના છેલ્લા શબ્દોમાં કહ્યું, 'હે ભગવાન, તેમને માફ કરજો, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે'. એવું કહેવાય છે કે જે દિવસે ભગવાન ઈસુને લાકડાના બનેલા ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા તે શુક્રવાર હતો

વધુ જુઓ..

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ચીઝી નગેટ્સ રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

પિતૃ પક્ષ 10 ઓક્ટોબર સુધી, પિતૃ પક્ષમાં બપોરે 12 વાગે કરવું જોઈએ પિતરો માટે ધૂપ ધ્યાન અને શ્રાદ્ધ કર્મ, જાણો પિતૃ પક્ષ સાથે જોડાયેલી માન્યતાઓ

આગળનો લેખ
Show comments