Festival Posters
✕

ભારતીય ટીમે કર્યો ઐતિહાસિક રન ચેઝ, અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોચી

Updated: ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026 (06:17 IST)
આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતીય ટીમે 4 ફેબ્રુઆરીના રોજ અફઘાનિસ્તાન અંડર-19 ટીમ સામે ટુર્નામેન્ટનો બીજો સેમિફાઇનલ રમ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા, અફઘાનિસ્તાને ફૈઝલ શિનોઝાદા અને ઉઝૈરુલ્લાહ નિયાઝાઈની સદીઓની મદદથી 310 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ માત્ર 41.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું, ઐતિહાસિક વિજય નોંધાવ્યો અને ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો. એરોન જ્યોર્જે પોતાની સદી સાથે ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
 

ભારતીય ટીમ 10 મી વખત  પહોંચી ફાઇનલમાં

 
આ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની 16 મી આવૃત્તિ છે, અને ટીમ ઇન્ડિયાએ દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફરી એકવાર ફાઇનલમાં પહોંચીને, ભારતીય ટીમે ટુર્નામેન્ટના ઇતિહાસમાં 10 મી વખત ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે, તેમની પાસે ટાઇટલ જીતવાની શાનદાર તક છે. ૬ ફેબ્રુઆરીએ, તેઓ ઇંગ્લેન્ડની અંડર-19  ટીમનો સામનો કરશે, જેણે પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી.
 

ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત 

 
ભારતીય ટીમે ૨૦૨૬ના અંડર-૧૯ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને ૭ વિકેટથી હરાવ્યું એટલું જ નહીં, પણ ટુર્નામેન્ટમાં નવો ઇતિહાસ પણ રચ્યો. આ અંડર-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા લક્ષ્યનો સૌથી વધુ સફળ પીછો બન્યો. ટીમ ઇન્ડિયાએ ૫૩ બોલ પહેલા આ લક્ષ્ય હાંસલ કર્યું, જે ૨૫૦ થી વધુના લક્ષ્યનો પીછો કરતી વખતે અંડર-૧૯ વર્લ્ડ કપમાં બીજી સૌથી ઝડપી જીત બની.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments