Dharma Sangrah
✕

ભારતે ચેન્નઈ ટેસ્ટ ઈનિંગ અને 75 રનથી જીત્યુ, જડેજાએ લીધી 10 વિકેટ, 4-0થી ટીમ ઈંડિયાએ જીતી શ્રેણી

Updated: મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (16:32 IST)
ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 75 રનથી જીતી લીધી. મેચના અંતિમ દિવસે ભારતની લીડનો પીછો કરતા ઈગ્લેંડની આખી ટીમ બીજી ઈંનિંગમાં 207 રન પર આઉટ થઈ ગઈ. ભારત માટે રવિન્દ્ર જડેજાએ બીજી ઈનિંગમાં 48 રન આપીને 7 વિકેટ લીધી. બીજી બાજુ આ મેચમાં તેમણે કુલ 10 વિકેટ ઝડપી.  આ પહેલા ચોથા દિવસે ભારતે પોતાની પ્રથમ ઈનિંગ સાત વિકેટ પર 759 રન બનાવીને ડિકલેયર કરી હતી.  પ્રથમ ઈનિંગમાં ભારતને 282 રનની લીડ મળી.  ઈગ્લેંડની પ્રથમ ઈનિગમાં 477 રન બનાવ્યા હતા. ભારતે પાંચ મેચોની આ શ્રેણી 4-0થી પોતાને નામ કરી લીધી. કેવી રીતે ગબડી ઈગ્લેંડની વિકેટ... 
 
- બીજી ઈનિંગમાં ઈગ્લેનને પ્રથમ ઝટકો કપ્તાન એલિસ્ટર કુક (49)ના રૂપમાં લાગ્યો. જડેજાની બોલ પર લોકેશએ કેચ લપકી લીધો. 
- આ શ્રેણીમાં છઠ્ઠી તક છે જ્યારે કુકની વિકેટ જડેજાએ લીધી આ પહેલા કુક એક શ્રેણીમાં આટલીવાર કોઈ એક બોલરના હાથે આઉટ નથી થયો. 
- કુકને આઉટ કર્યાના ચાર ઓવર પછી જ જડેજાએ ઈગ્લેંડને બીજો પણ ઝટકો આપી દીધો. 
- જડેજાએ ફિફ્ટી પૂરા કરી ચુકેલા જેનિંગ્સને પોતાની જ બોલ પર કેચ કરી લીધો. કીટન જેનિંગ્સ 54 રન પર આઉટ થયો 
- ઈગ્લેંડની આગામી અને ત્રીજી વિકેટ પણ જડેજાને મળી. તેમણે 49.6 ઓવરમાં જે રૂટ(6) ને lbw કરી પેવેલિયન મોકલી આપ્યા. 
- મેહમાન ટીમને ચોથો ઝટકો 52.2 ઓવરમાં ઈશાંત શર્માએ આપ્યો અને આ વિકેટ પણ જડેજાએ લીધી. 
- ઈશાંતની બોલ પર જૉની બેયરસ્ટો(1) આઉટ થયો. જડેજાએ મિડ વિકેટ પર ઉધી બાજુ દોડતા તેમનો શાનદાર કેચ લપક્યો. 
- પાંચમી વિકેટ મોઈન અલી (44)ની રહી. 71.2 ઓવરમાં જડેજાએ અલીને અશ્વિનના હાથે કેચ કરાવ્યો. આ તેમની ચોથી વિકેટ હતી. 
- એક ઓવર પછી જ 73.2 ઓવરમાં જડેજાએ બેન સ્ટોકસ (23)ને કરુણ નાયરના હાથે કેચ કરાવી તેમને આઉટ કર્યો. 
- આગામી ઓવરની અંતિમ બોલ પર અમિત મિશ્રાએ લિયામ ડૉસન(0)ને બોલ્ડ કરી દીધો. 
- આઠમી વિકેટ ઉમેશ યાદવને મળી. તેમણે આદિલ રાશિદ (2)ને જડેજાને હાથે કેચ કરાવી દીધો. 
 
 
જડેજાને પ્રથમ વાર મળી 10 વિકેટ 
 
- જડેજાએ પોતાના ટેસ્ટ કેરિયરમાં પહેલીવાર કોઈ મેચમાં 10 વિકેટ ઝડપી 
- મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે 3 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં તેમણે 7 વિકેટ લીધી. જ્યારબાદ મેચમાં તેણે કુલ વિકેટ 10 લીધી. 
- મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે 3 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેમણે 7 વિકેટ લીધી. આ રીતે તેની કુલ વિકેટ 10 થઈ ગઈ. 
- બીજી ઈનિંગમાં તેમણે એલિસ્ટર કુક, જેનિંગ્સ, જો રૂટ, મોઈન અલી, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ અને જૈક બૉલને આઉટ કર્યો. 
 
મેચ સમરી 
 
ઈગ્લેંડ 477 અને 207 રન 
ભારત 759/7 (ડિક્લેયર) 
ભારતે બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર 

વધુ જુઓ..

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?

પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી

ગુજરાતી લગ્ન ગીત

શિયાળાની એક લોકપ્રિય અને પૌષ્ટિક વાનગી બાજરીનું ખીચું

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments