Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વિજયાદશમી(દશેરા) વિશે જાણો થોડી ખાસ વાતો

Updated: બુધવાર, 13 ઑક્ટોબર 2021 (11:22 IST)

એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય 'વિજય' નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે.

વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

યુદ્ધ ન કરવાનો પ્રસંગ હોય તો પણ આ કાળમાં રાજાઓ(મહત્વપૂર્ણ પદ ધરાવતા લોકો) એ સીમાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ.

દૂર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત અપી આપી હતી.

તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લેતુ તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનુ ધનુષ એક શમી વૃક્ષ પર મુક્યુ હતુ અને ખુદ વૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી.

જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વરા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.

વધુ જુઓ..

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

વધુ જુઓ..

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Rishi Panchami 2026 Vra Katha - ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા જુઓ વીડિયો

આગળનો લેખ
Show comments