Dharma Sangrah
✕

આવો જાણીએ પેંસિલ વિશે

Updated: મંગળવાર, 1 નવેમ્બર 2011 (16:23 IST)
પેંસિલ શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે, જેનો મતલબ હોય છે 'નાનકડી પૂંછડી'. આ એટલા માટે કે રોમન લખવા માએ જે પાતળી અને અણીદાર વસ્તુનો પ્રયોગ કરવામાં આવતો હતો તેના ખૂણામાં કંઈને કંઈ બંધાયેલુ રહેતુ હતુ અને એ જાનવરની પૂંછડી જેવી રહેતી હતી. તેના દ્વારા જ આ શબ્દ પેનિસિલસ' આવ્યો અને પછી તેનાથી બની પેંસિલ આ નાનકડી પેંસિલ ખૂબ જ કામની હોય છે. વાર્તા લખો કે પછી કોઈ ચિત્ર બનાવો અને જો ભૂલ થાય તો તેને રબર દ્વારા મિટાવીને ફરી બીજુ બનાવો. જો બાળકો માટે પેંસિલ ન હોય તો કેટલી નોટબુકો ખરાબ થાત... આવો આજે જાણીએ આવી જાદુભરી પેંસિલ વિશે.

લીડ(ધાતુ નથી પણ એક બીજુ ખનીજ)ની પેસિંલ 1564માં સામે આવી. જ્યારે ઈગ્લેંડના કમ્બ્રિયામાં બોરોડેલ નામના સ્થાન પર લીડની મોટી ખાણ મળી. આ વિશુદ્ધ ગ્રેફાઈટએ ચોરસ પટ્ટીયોમાં કાપવામાં આવી. આ પટ્ટીઓને લાકડીના પાતળા બોક્સમાં ઉતારવામા આવી અને આ રીતે પેંસિલ બની. આ પેંસિલોને લીડ પેંસિલ કહેવામાં આવે છે. આવુ એ માટે કે એ સમયે ગ્રેફાઈટને ગ્રેફાઈટ નામ નહોતુ મળ્યુ. તેથી આ પેંસિલોને લીડ પેંસિલ કહેવામાં આવતી હતી.

જર્મનીમાં ગ્રેફાઈટના પાવડરથી આની નાનકડી લાકડીઓ પણ બનાવવામાં આવી, પરંતુ તેનો પ્રયોગ સફળ ન રહ્યો. 1795માં નિકોલસ જૈક્સ કોન્ટે લાકડીની ખોળમાં ગ્રેફાઈટ અને ચિકણી માટીના ચૂરાને છડી બનાવવાની તરકીબ સુજી. કોન્ટે જે નેપોલિયનની સેનામાં ઓફિસર હતા તેમણે આ વિધિને પેટેંટ પણ કરાવી લીધી. આ રીત સૌથી વધુ સફળ રહી અને આજે પણ પેંસિલ નાના મોટા પરિવર્તન પછી આ જ રીતે બનાવવામાં આવે છે. પેસિલની ખોળ માટે સામાન્ય રીતે દેવદારની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે દેવદારની લાકડી હલકી અને મજબૂત હોય છે અને તેમા ઉઘઈ પણ નથી લાગતી તેને કાપવી સહેલી હોય છે અને તે ચિકણી પણ હોય છે. આ રીતે એક પેંસિલ વર્ષો સુધી ચાલે છે કારણ કે તેની ખોળ(કવર) મજબૂત હોય છે.

ગ્રેફાઈટ અને માટીના સરેરાશથી જ પેંસિલની હાઈનેસ નક્કી થાય છે. પેસિલમાં જે 'એચ' હોય છે તે ગ્રેફાઈટની મજબૂતી બતાવે છે અને જે 'બી' હોય છે તેનો મતલબ તેના લખાણથી(ડાર્કનેસ)હોય છે.

આજકાલ પેંસિલના એક કારખાનામાં એક દિવસમાં જ લાખો પેંસિલ બની જાય છે. અગાઉ પેંસિલ બનાવવુ ખૂબ જ મુશ્કેલ હતુ હવે સહેલુ થઈ ગયુ છે.

પેસિલ વિશે થોડુ...

- થોમસ એડિસન પોતાને માટે વિશેષ પેંસિલ બનાવતા હતા,જે બીજી પેંસિલો કરતા થોડી જાડી રહેતી હતી.

- દર વર્ષે દુનિયામાં લગભગ 12 અરબ પેંસિલો બનાવવામાં આવે છે, એવુ અનુમાન છે. જેમાંથી 2 અરબ અમેરિકામાં બને છે.

- એક પેંસિલ દ્વારા લગભગ 4500 શબ્દ લખી શકાય છે અથવા 35 મીલ લાંબી લાઈન ખેંચી શકાય છે. પેંસિલ સાથે રબર 30 માર્ચ 1858ના રોજ શોધાયુ. મતલબ બહુ દિવસો પછી.
N.D

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Show comments