Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સૌરાષ્ટ્રમાં 177 સ્તંભો ધરાવતા 2 હજાર વર્ષ જૂના કિલ્લાની રસપ્રદ કહાણી

Updated: ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:32 IST)
સૌરાષ્ટ્રનો  ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે તેમાં 177થી વધુ સ્તંભ એ સમયની સ્થાપત્યકલાનો નમુનો છે. ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના માણસો સૌરાષ્ટ્રમાં એક કૂંભારને ત્યાં રોકાયા હતા. જ્યાં તેમની નજર રાણક નામની એક સ્ત્રી પર પડી. દરબારીઓએ સિદ્ધરાજ જયસિંહને આ સુંદર યુવતી અંગે વાત કરી.

સિદ્ધરાજે તુરંત જ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.  તેવામાં જૂનાગઢનો રાજા રા’ખેંગાર મજેવડી ગામે આવ્યો, જ્યાં તેની નજર રાણક સાથે મળી અને પહેલી નજરે પ્રેમ થયો, તેણે રાણક સાથે રાતોરાત લગ્ન કર્યા. આ વાતની ખબર સિદ્ધરાજ જયસિંહને પડી અને તેણે પહેલાં વઢવાણ અને પછી જૂનાગઢ પર હુમલો કર્યો. જેમાં ભત્રીજના દગાના કારણે રા’ખેંગારનો પરાજય થયો અને ઉપરકોટનો કિલ્લો ગુમાવ્યો. સિદ્ધરાજે પુનઃ રાણકદેવીને લગ્ન કરવા માટે કહ્યું પરંતુ રાણકદેવીએ લગ્ન કરવાના બદલે સતી થવાનું નક્કી કરી છે.

જ્યારે રાણકદેવી મહેલની મુલાકાત લેવા જાઓ ત્યારે અનેક શિલાઓ પડતાં પડતાં રહી ગઇ હોય તેવું દેખાય છે.  રાણકદેવી જે સ્થળે સતી થયા ત્યાં તેમનું દેવળ બનાવવામાં આવ્યું હતું. રાણકદેવી દેવળ પાસે એક મોટુ ભોયરુ છે. ભોયરુ વઢવાણથી જૂનાગઢ ગીર સુધી હોવાનું મનાય છે. હાલ સંરક્ષિત જાહેર રાષ્ટ્રીય સ્મારક રાણકદેવી દેવળની યોગ્ય દેખરેખ રખાતી નથી. જાળવણી વિના કાળની થપાટો સામે ઝીંખ ઝીલતુ વઢવાણું રાણકદેવ મંદિર અડીખમ ઉભુ છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આગળનો લેખ
Show comments