Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ભજન - હાલો હાલો ને કીડીબાઈની જાનમાં (જુઓ વીડિયો)

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2015 (14:06 IST)

કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,

પંખી પારેવડાંને નોંતર્યાં,

એ..ઍ કીડીને આપ્યાં સનમાન,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મોરલે બાંધ્યો રુડો માંડવો રે,

ખજૂરો પીરસે ખારેક,ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.

એ…એ કે પોપટ પીરસે પકવાન,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,

મંકોડો કેડેથી પાતળો,

એ… ગોળ ઉપડ્યો ન જાય,

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોતરવા કામ,

હામા મળ્યા બે કૂતરા,

એ..ઍ બિલાડીનાં કરીયા બે કામ.

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘ્રરા રે, કાચીંડે બાંધી કરતાલ,

ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા.

એ…ઍ ગધેડુ ભૂંકે શરણાઈ

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

ઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,

દેડકો બેઠો ડગમગે,

ઍ…એ મને કપડા પહેરાવ.

જાવું છે કીડીબાઈની જાનમાં

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,

આજે તો જાન વધાવવી

એ…ઍ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

 

કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.

ભોજા ભગતની વિનતી,

એ..ઍ સમજો ચતુર સુજાણ.

 

હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.

એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.


 

(સાભાર - યુટ્યુબ)

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Show comments