Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળ કાળા અને લાંબા બનાવવા હોય તો અજમાવો આ ટિપ્સ

Updated: શનિવાર, 22 જૂન 2019 (18:10 IST)
આજની ફાસ્ટ અને ખરાબ જીવનશૈલીને કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી અળગી રહી નથી. અત્યારે 10માંથી 9 સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈ લગભગ 1.25 સેમી. વધે છે. પરંતુ જો તમારા વાળ ન વધી રહ્યા હોય કે વાળની કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી રહ્યા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે અને વાળ માટે વરદાન સમાન પણ છે. તો ચાલો આજે જાણી લો
 
 
 
જૈતુનનું તેલ
ઓલિવ ઓઇલનો પ્રયોગ ધણી રીતે કરવામાં આવે છે. વાળ માટે તે એક યોગ્ય વિકલ્પ છે. તે વાળને જડમૂળથી મજબૂત બનાવીને સ્વસ્થ રાખે છે. જૈતુનનું તેલ એક સારું કંડિશનર પણ છે. જેથી વાળ ઝડપથી વધે છે અને ખરતાં વાળને રોકી શકાય છે. ઓલિવને એક કલાકમાં વાળમાં લગાવી માલિશ કરો. થોડાક દિવસ આ રીતે જૈતુનના તેલથી માલિશ કરવાથી વાળની દરેક સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
 
નારિયેલ તેલ
વાળમાં તેલ મસાજ વાળને લાંબા કરવા માટે બેસ્ટ કુદરતી ઉપાય છે. મસાજ કરતા પહેલા તેલને નવશેકુ ગરમ કર્યા બાદ વાળમાં મસાજ કરો. મસાજ કરવાથી માથામાં રક્ત સંચારમાં સુધારો આવ છે, જેથી વાળને પોષણ મળે છે. જેની સાથે જ વાળ મજબૂત અને ભરાવદાર થાય છે. જેના માટે નારિયેળ કેવનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા નવશેકા પાણીથી માથામાં તેલની માલિશ કરો. અડધો કલાક આ રીતે તેલ લગાવ્યા બાદ તેને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં એક વાર ઓઇલ મસાજ કરવું જરૂરી છે. નારિયેલનું તેલ વાળ માટે ખૂબ લાભદાયી છે.
 
બદામનું તેલ
વાળમાંથી ખોડો અને શુષ્કતા દૂર કરવા માટે બદામના તેલથી માલિશ કરવી જોઇએ. તે સિવાય બદામના તેલથી માલિશ કરવાથી બરછટ વાળની સમસ્યાથી છૂટકારો મળે છે. બદામના તેલથી વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે. બદામનું તેલ એક કંડીશનરના રૂપમાં કામ કરે છે.
 
તલનું તેલ
તલના તેલમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ઇ,બી કોમ્પ્લેક્ષ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલા છે. તલનું તેલ વાળથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. જે વાળને અંદરની પોષણ આપીને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમજ માથામાં ખોડાની સમસ્યા સહિત જુઓ દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો.
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments