Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મા વિશે નિબંધ

Updated: શુક્રવાર, 5 મે 2023 (13:25 IST)
મારી મા ખૂબ વ્હાલી છે. તે દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે. ભગવાન થી લઈને ઘરના બધા લોકોનુ ધ્યાન મારી મા રાખે છે. તે દાદા-દાદીની પૂરી કાળજી રાખે છે. પપ્પા, મારી અને નાની બહેનની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન પણ  મારી માતા રાખે છે. દાદી કહે છે કે મારી માતા ઘરની લક્ષ્મી છે. હું મારી માતાને પણ ભગવાન સમાન માનું છું અને તેમની દરેક વાત માનું છું.
 
મારી મા જૉબ પણ કરે છે. ઘર અએ ઑફિસ બન્નેની જવાબદારી તે સારી રીતે પૂરી કરે છે. તેમના સરળ અને સીધું વર્તનના વખાણ તેમના ઑફિસના બધા લોકો કરે છે. મારી મા ગરીબો અને રોગીઓની પણ દરેક શક્ય મદદ કરે છે. મારી મા મારી સૌથી સારી મિત્ર છે. જ્યારે મે કોઈ ભૂલ કરુ છુ તો તે મને ઠપકો આપતી નથી પણ પ્રેમથી સમજાવે છે. જ્યારે હું ઉદાસ હોઉં છું, ત્યારે તે મારી મા મારા સુકાઈ ગયેલા ચહેરા પર મુસ્કાન લાવે છે. તેનો પ્રેમ અને પ્રેમાળ સ્પર્શ મેળવીને હું મારાં બધાં દુ:ખ ભૂલી જાઉં છું.
 
મારી મા મમતાની દેવી સમાન છે. તે મને અને મારી બેનને હમેશા સારી -સારી વાતો જણાવે છે. મારી મા મારી આદર્શ છે. તે મને સત્યના રસ્તા પર ચાલવાની શીખામણ આપે છે. સમયનુ મહત્વ જણાવે છે. કહે છે  મા ઈશ્વરના આપેલ એક વરદાન છે.  જેની છાયામાં આપણે સલામતી અનુભવીએ છીએ અને આપણાં બધાં દુ:ખ ભૂલી જઈએ છીએ. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું અને મને વિશ્વની શ્રેષ્ઠ માતા આપવા બદલ ભગવાનનો આભાર માનું છું
Edited By-Monica Sahu 

વધુ જુઓ..

5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત, 6 ઓક્ટોબરે મતદાન. જાણો નંદીગ્રામમાં ક્યારે થશે મતદાન

iPhone 18 Pro સિરીઝના લોન્ચ માટે માત્ર 2 દિવસ બાકી છે! કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ તારીખ અપડેટ્સ વિશે જાણો.

LPG Cylinder Booking Rule Changed : હવે ગામડાં અને શહેરોમાં 25 દિવસ પછી ઘરેલુ ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે, સરકારે મોટી રાહત આપી છે

ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગની શંકા, પતિએ પત્ની પર છરીથી કર્યો હુમલો; 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન

32 શ્રદ્ધાળુઓને લઈ જતું એક કેન્ટર ડિવાઈડર સાથે અથડાયું અને પલટી ગયું, જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા.

વધુ જુઓ..

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments