Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદી-ખાંસીમાં કયા ફળ ખાવા ? જાણો 5 Immunity booster fruits

ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (06:47 IST)
Fruit for cold and cough
Immunity booster fruits: શરદી-ખાંસી આપણેને ખૂબ પરેશાન કરી શકે છે અને આવી સ્થિતિમાં કેટલાક ફળોના સેવનથી કફ વધીને સ્થિતિ વધુ બગડી શકે છે. તો બીજી બાજુ કેટલાક ફળ એવા છે જેને ખાવાથી શરદી-ખાંસીમાં  રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે  જ્યારે આપણે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ફળ ખાઈએ છીએ, ત્યારે તે આપની ઈમ્યુનિટી વધારે છે અને સંક્રમણને ઘટાડવામાં મદદ કરે છે. તે કફને તોડવામાં મદદરૂપ છે અને ગળાફાને સાફ કરવામાં પણ મદદ કરે છે. તેથી આ બધા કારણોસર તમારે શરદી-ખાંસીની સમસ્યામાં આ ફળો ખાવા જોઈએ.  
 
શરદી-ખાંસીમાં કયા ફળ ખાવા - Which Fruit is good for Cold and Cough 
 
1. પપૈયું - પપૈયું એક એવું ફળ છે જે વિટામિન સી અને પપૈન નામના એન્ઝાઇમથી ભરપૂર છે. તે પાચનમાં મદદ કરે છે અને ગળફાંને તોડવામાં મદદરૂપ છે. તે શરદીના લક્ષણોથી રાહત આપે છે અને  આ સમસ્યામાં આરામ આપે છે. ઉલ્લેખનીય છે કે પપૈયાની પ્રકૃતિ ગરમ હોય છે તેથી તમે આ સમસ્યામાં તેને ખાઈ શકો છો.
 
 
2. દાડમ - દાડમ ઈમ્યુનીટી વધારનારુ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ફળ છે. દાડમ એક એવું ફળ છે જે ખાંસીમાં રાહત આપે છે અને ગળામાં બળતરાની સમસ્યાને ઘટાડે છે. શરદી-ખાંસીમાં તમે તેનું જ્યુસ પણ પી શકો છો, તેને ફ્રીજમાં ન મુકશો. બસ શરદી-ખાંસીમાં દાડમના દાણા કાઢી લો અને આરામથી બેસીને ખાવ.
 
3. સફરજન - દરરોજ એક સફરજન ખાવું તમને ડૉક્ટર અને તમારી શરદી-ખાંસી  દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. સફરજનમાં ફાઇબર અને વિટામિન સીનું સારું મિશ્રણ હોય છે, જે એસિડિટી વધાર્યા વગર રોગપ્રતિકારક શક્તિને સમર્થન  આપવામાં મદદ કરી શકે છે. તેથી, તમે  સફરજનને શરદી-ખાંસી  દરમિયાન ખાઈ શકો છો અથવા તેનો  શીરો બનાવીને ખાઈ શકો છો.
 
4. જાંબુ - બ્લુબેરી, સ્ટ્રોબેરી અને જાંબુ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ ઓક્સિડેટીવ તણાવ સોજાને દૂર કરવામાં મદદ કરે છે, આ ત્યારે લાભકારી સાબિત થાય છે જ્યારે તમારું શરીર સંક્રમણ સામે લડતું હોય.  તેથી, જામુન ખાવ  અથવા તેનું જ્યુસ પીવો 
 
5. અનાનસ - અનાનસમાં બ્રોમેલેન હોય છે, એક એન્ઝાઇમ જે શ્વસન સંબંધી સમસ્યાઓમાં મદદ કરે છે અને કફ અને ગળફા  ના સંચયને ઘટાડે છે, જે   કરીને શરદી-ખાંસી દરમિયાન વિશેષ રીતે ઉપયોગી થઈ શકે છે. તેથી, શરદી-ખાંસી  ની સ્થિતિમાં, અનાનસને રાંધીને ચટણી તેની ચટણી બનાવી લો અથવા  જ્યુસ પીવો    તો બસ શરદી-ખાંસીમાં  તમારે આ ફળો આરામથી ખાવા જોઈએ.
 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments