Daily Horoscope
✕

ભણવું જ છે, અને જેને ભણાવવું જ છે તેઓનાં માટે 'ટીચર્સ ડે સ્પેશિયલ'

Updated: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (17:58 IST)
આંબાવાડીના ભુદરપુરા રોડ પરથી પસાર થતી વખતે રસ્તા પર જ વેલ્ડિંગની દુકાન બહાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતાં. પ્રથમ રીતે જોતાં એવું લાગે અહીં જરૂર કલાસીસ ચાલતા હશે. પરંતુ અહીં કલાસીસ નહીં પણ મજુર વર્ગના બાળકો માટે મફતમાં સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી શિક્ષણ આપવામાં આવે છે. વેલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષના કમલભાઈ પરમાર 15 વર્ષથી ગરીબ વર્ગના બાળકો માટે મફતમાં શિક્ષણ આપવાનું કામ કરે છે.

આંબાવાડીના મહેનતપુરા, સુખીપુરા, આંબેડકર કોલોની અને ભુદરપુરા વિસ્તારમાં રહેતા મજુરોના છોકરાઓ માટે 15 વર્ષથી કમલભાઈ મફતમાં શિક્ષણ આપવાનું કર્ય કરી રહ્યા છે. મહત્વની વાત અ છે કે કમલભાઈ માત્ર સાત ચોપડી જ ભણેલા છે. અને તેઓની આ ફૂટપાથ શાળામાં 15 વર્ષ પહેલા જે છોકરાઓ ભણવા આવતા હતા તેઓ જ આજે અહીં અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. અને પોતે પણ ભણે છે. અહીં ભણતા ઘણાં વિદ્યાર્થીઓ આજે મેડિકલ અને ઈજનેરી કોલેજ સુધી પહોંચી ગયા છે. તો ઘણા વિદ્યાર્થીઓએ અહી રસ્તા પર અભ્યાસ કરીને ધો-10-12માં 90 ટકા માકર્સ પણ મેળવ્યા છે.

રસ્તા પરથી પસાર થતા લોકો આ કામગીરી જોઈને વિદ્યાર્થીઓને બેગ, પેન, ચોપડા, નોટબુક આપી જાય છે. કમલભાઈ દરેક વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યું લઈ તેની આવડત મુજબ તેમને ભણાવે છે. દર વર્ષે અહીં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. કમલભાઈ તેને વ્યવસાય બનાવવા નથી માંગતા. જો તમે આરક્ષણ ફિલ્મ જોઈ હશે તો અહી જરૂર તમને કમલભાઈમાં આરક્ષણ ફિલ્મમાં અમિતાભે ભજવેલો રોલ યાદ આવશે. આજે શિક્ષક દિવસ નિમિતે કમલભાઈ જેવા શિક્ષકોને સો સો સલામ.

વધુ જુઓ..

ઘરના ચૂલામાં 'નાગલોક' જેવું એક આઘાતજનક દૃશ્ય જોવા મળ્યું, આ દૃશ્ય જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા.

Iphone ખરીદવાની શાનદાર તક, રિલાયન્સ ડિજિટલ તરફથી મોટી ઓફર, આઇફોન 15, 16 અને 17 પર ભારે ડિસ્કાઉન્ટ

રેલવેમાં સરકારી નોકરી - 12મુ પાસ માટે 1688 પદ, આરઆરબી એનટીપીસી યુજી માટે આજથી કરો અરજી

મુંબઈમાં ડોમિનોઝ પિઝા સહિત 17 ખાણીપીણીનાં સ્થળોના લાઇસન્સ સસ્પેન્ડ, તપાસમાં મળી ગંભીર ખામીઓ

રાજકોટમાં કાળઝાળ માતાનો કરતૂત: પ્રેમસંબંધ માટે 2 વર્ષની માસૂમ દીકરીને પાંચમા માળેથી ફેંકી દીધી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓક્ટોબર 2026

પાંચમું નોરતું સ્કંદમાતા ના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Navratri 2026 Ashtami Upay: નવરાત્રિની અષ્ટમીના દિવસે કરી લો નારિયળનો આ ઉપાય, પરિવારની આર્થિક સ્થિતિ થશે મજબૂત

Diwali 2026 - દિવાળી કઈ તારીખે છે 2026

આગળનો લેખ
Show comments