Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ભારતીય વાનગી - પનીર દો પ્યાજા

Updated: શનિવાર, 23 જુલાઈ 2016 (14:57 IST)
ઘર પર લંચ કે ડિનર માટે ખાસ મેહમાન આવવાના હોય અને પનીર ન બને તો પાર્ટી અધૂરી લાગે છે.  તમારી રસોઈને ખાસ બનાવવા માટે આજે અમે તમને પનીર દો પ્યાજા ઘરે જ બનાવવાની સહેલી રેસીપી બતાવી રહ્યા છે. જેને ખાધા પછી કોઈપણ તમારા વખાણ કર્યા સિવાય નહી રહી શકે. 
 
સામગ્રી - 250 ગ્રામ પનીર 
- 50 મિલી તેલ 
- 1 ટેબલસ્પૂન જીરુ 
- 75 ગ્રામ ડુંગળી 
- 75 ગ્રામ ટામેટા (સમારેલા) 
- 1 ટેબલસ્પૂન આદુ લસણનું પેસ્ટ 
- 1 ટીસ્પૂન લીલા મરચા (સમારેલા) 
- 1 ટીસ્પૂન હળદર 
- 1 સ્પૂન ધાણાજીરુ 
- મીઠુ સ્વાદમુજબ 
- લાલ મરચાનો પાવડર જરૂર મુજબ 
- 2 ટેબલસ્પૂન પાણી 
- 2 ટેબલસ્પૂન કાજુની ક્રીમ 
- 3 ટેબલસ્પૂન ક્રીમ 
- 2 ટેબલસ્પૂન માખણ 
- 3 સૂકા લાલ મરચા 
- 1 શિમલા મરચુ. 
 
બનાવવાની રીત - એક પેનમાં તેલ નાખીને ગરમ કરો. હવે તેમા જીરુ અને ડુંગળી નાખીને બ્રાઉન થતા સુધી સેકીને તેમા લસણ આદુની પેસ્ટ નાખીને બે મિનિટ થવા દો.  તેમા હવે મીઠુ, લાલ મરચુ, ધાણાજીરુ, લીલા મરચા નાખીને સારી રીતે મિક્સ કર્યા પછી ટામેટા નાખીને બે મિનિટ સુધી થવા દો.  હવે તેમા કાજૂની ક્રીમ નાખીને હલાવતા પાણી પણ મિક્સ કરો અને પકવ્યા પછી ગેસ બંધ કરી દો. 
 
એક પેનમાં માખણ નાખીને ઓગાળી લો અને તેમા સૂકા લાલ મરચા, ડુંગળી, શિમલા મરચા નાખો. શિમલા મરચા થોડા બફાય જાય કે પછી પનીર મિક્સ કરો. હવે તેમા પહેલા તૈયાર કરી રાખેલો મસાલો મિક્સ કરો. તેને પાંચ મિનિટ માટે થવા દો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તમારો પનીર દો પ્યાજા બનીને તૈયાર છે. તેને ગરમાગરમ રાઈસ કે રોટલી સાથે સર્વ કરો.

વધુ જુઓ..

રાજ્યમાં હવામાનનો નવો મિજાજ: આગામી દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની મોટી અગાહી

ભારતની GDP પર વર્લ્ડ બેંકનો વિશ્વાસ વધ્યો, FY27 ગ્રોથ અનુમાન 6.6% થી વધીને થયો 7.1%

Strait of Hormuz માં કમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ, બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

UK મા રિક્ષા અવી ગઈ છે, લંડનના રસ્તાઓ પર જોવા મળી ઑટો, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો VIDEO

વડોદરાના બાપોદમાં દારૂબંધીના ધજાગરા: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ સાથે બે બુટલેગરો ઝડપાયા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓક્ટોબર 2026

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

ઇન્દિરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, પૂર્વજો અને નારાયણના આશીર્વાદથી દૂર થશે દરેક પરેશાની

Indira Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments