Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ : આવો સ્વસ્થ રહેવા માટે આટલુ કરીએ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.

આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...

સંતુલિત આહાર - વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.

વ્યાયામ અપનાવો - આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.

સમયસર તપાસ કરાવો - બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.

તણાવમુક્તિ - તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.

પૂરતી ઊંઘ - તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો.

જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.

વધુ જુઓ..

શું ગૌતમ ગંભીરની રણનીતિ થઈ ગઈ ફેલ ? આયર્લેન્ડ વિરુદ્ધ મળી શરમજનક હાર પર શ્રેયસ ઐય્યરે મૌન તોડ્યું

"મને તેનું વિગ પહેરવ પસંદ નહોતું", કેતન મર્ડર કેસમાં સીયાનો નવો ખુલાસો, શું શું બતાવ્યુ ?

જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, 15,000નો ઘટાડો થયો; ચાંદીના ભાવમાં 45,000નો ઘટાડો થયો

દિલ્હીમાં સેપ્ટિક ટાંકીમાં ઝેરી ગેસ શ્વાસથી ત્રણ મજૂરોના મોત થયા. એક પછી એક, ત્રણેય ટાંકીમાં ઘૂસી ગયા અને જીવ ગુમાવ્યા.

3 ફ્લેટ, 2 પ્લોટ, 1.2કરોડ રૂપિયાના દાગીના, 12 લાખ રોકડા... એસીબીના દરોડામાં મહિલા તહસીલદારના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી

વધુ જુઓ..

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Show comments