Webdunia - Bharat's app for daily news and videos

Install App

HOLI 2018 - રાશિ મુજબ હોળીની અગ્નિમાં નાખો આ વસ્તુ.. કષ્ટથી મુક્તિ મળશે

Updated: શુક્રવાર, 15 માર્ચ 2019 (18:16 IST)
જ્યોતિષ મુજબ આ વખતે હોળી પ્રગટાવવાના દિવસે દેવ ગુરૂ બૃહસ્પતિ અને દૈત્ય ગુરૂ શુક્ર બંને જ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે.  તેથી આ દિવસ રાશિ મુજબ હોળી દહનમાં આહુતિ આપવાથી બધા કષ્ટોથી મુક્તિ અપાવશે. 
 
જાણો રાશિ મુજબ કંઈ વસ્તુની આહુતિ આપવી શુભ રહેશે. 
 
મેષ - જ્યોતિષ મુજબ મેષ રાશિના જાતકોને હોળી દહન સમયે ગોળની આહુતિ આપવી જોઈએ. આ દિવસે હોલિકાની અગ્નિમાં ગોળની આહુતિ આપવી તમારે માટે સમસ્ત કષ્ટોની મુક્તિ અપાવનારુ સાબિત થશે. સાથે જ મંગળકારી પણ સાબિત થશે. 
 
વૃષભ - વૃષભ રાશિના જાતકોને હોલિકા દહનમાં ખાંડની આહુતિ આપવી જોઈએ. હોલિકા દહનવાળી અગ્નિમાં ખાંડની આહુતિ આપવા માટે અત્યંત શુભ સાબિત થશે.  સાથે જ જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્ત કષ્ટોનો નાશ થશે. 
 
મિથુન - મિથુન રાશિના જાતકોને હોલિકા દહનની અગ્નિમાં આહુતિ આપવી ખૂબ જ શુભ ફળદાયક સાબિત થશે. મિથુન રાશિના જાતકોને આ દિવસે હોલિકાની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ. કપૂરની આહુતિ આપવી તમારે માટે બધા સંકટોથી મુક્તિ અપાવશે. 
 
કર્ક - કર્ક રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં લોબાનની આહુતિ આપવી મંગળકારી સાબિત થશે. તેથી આ રાશિના લોકોએ આ દિવસે હોળીના અગ્નિમાં આની આહુતિ આપવી જોઈએ. 
સિંહ - જ્યોતિષ પંડિત ઘનંજય પાંડેય મુજબ સિંહ રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ.  આ દિવસે હોળી દહનમાં ગોળની આહુતિ આપવા માટે અત્યંત શુભ ફળદાયક સાબિત થશે. 
 
કન્યા - કન્યા રાશિના જાતકોનએ પણ હોળી દહનની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ. આ દિવસે કપૂરની આહુતી તમને સમસ્ત કષ્ટોથી મુક્તિ અપાવનારી સાબિત થશે. 
 
તુલા - તુલા રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં કપૂર અને ચંદનની લાકડીની આહુતિ આપવી ખૂબ લાભદાયક રહેશે. હોલિકા દહનની આહુતિમાં ચંદનની આહુતિથી તમારા ભાગ્યના દ્વાર ખુલશે. 
 
વૃશ્ચિક - જ્યોતિષ મુજબ વૃશ્ચિક રાશિના લોકોએ હોળીની અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ. હોળી દહનના દિવસે હોળીની અગ્નિને ગોળની આહુતિ આપવાથી મનપસંદ વરદાન મળશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી બધા વિકાર દૂર થશે. 
ધનુ - ધનુ રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં જૌ ની આહુતિ આપવી યોગ્ય રહેશે.  સાથે જ લક્ષ્મીની કૃપા પણ કાયમ રહેશે. 
 
મકર - મકર રાશિના જાતકોએ હોળી દહનની અગ્નિમાં ઘઉંના ડૂંડાની આહુતિ આપવી શુભફળદાયક સાબિત થશે. 
 
કુંભ - કુંભ રાશિના જાતકોએ હોલિકા દહનમાં તલની આહુતિ આપવી જોઈએ. તલની આહુતિ આપવાથી તમારી આયુ લાંબી થશે. 
 
મીન - મીન રાશિના જાતકોએ હોળીની અગ્નિમાં જવ અને ચણાની આહુતિ આપવી જોઈએ. હોળિકા દહનની અગ્નિમાં જવ અને ચણાની આહુતિ આપવી તમારે માટે ભાગ્યવર્ધક રહેશે. 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments