Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીમ નથી જઈ શકતા તો આ રીતે ઘટાડો વજન

Updated: શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:19 IST)
જાડાપણુ મતલબ શરીરમા સતત ચરબી જમા થતી રહેવી. આજે દર 5 માંથી 3 લોકો જાડાપણાનો શિકાર થઈ રહ્યા છે. આ જાડાપણુ આગળ જઈને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. હકીકતમાં તેને જ બધી બીમારીઓનુ જડ માનવામાં આવે છે. વજન વધવાનુ સૌથી મોટુ કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની બગડતી આદતો છે. સમયની ઉણપને કારણે ઘણા બધા લોકો સમય પહેલા જમવાનુ કે બહારનુ ફાસ્ટફૂડ ખાય છે. તેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારનો ડાયેટ પ્લાન ફોલો કરે છે કે પછી ખાવા પીવાનુ બિલકુલ છોડી દે છે. પણ તમને બતાવી દઈએ કે ખાવા પીવાનુ છોડવાથી વજન ઓછી નથી થતુ પણ યોગ્ય સમય પર યોગ્ય ડાયેટ લેવાથી વજન કંટ્રોલમાં રહે છે.  વજન વધવાનુ બીજુ મોટુ કારણ છે કે આપણે વોક કરતા નથી કે કસરત કરતા નથી. સીટિંગ જૉબ આપણને એટલા આળસુ બનાવી દે છે કે આપણે પગપાળા હાલવુ ફરવુ અને શ્રમવાળુ કામ કરવા જ નથી માંગતા. પરિણામ બેસીને જ બધા કામ કરવાથી ન તો આપણે જમવાનુ પચાવી શકીએ છીએ કે ન તો પરસેવો બહાર પાડી શકીએ છીએ. ચરબી શરીરમાં જ એકત્ર થઈ જાય છે જે જાડાપણાનું રૂપ લઈ લે છે. 
 
જાડાપણુ ઓછુ કરવામાં આપણને ખૂબ મહેનત લાગે છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે કઠિન એક્સરસાઈઝ કરવાથી જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ જરૂરી નથી. તમે કેટલીક ટિપ્સ ફૉલો કરીને પણ તમારુ વજન ઓછુ કરી શકો છો  જો તમે હેવી એક્સસસાઈઝ કે જીમ નથી જઈ શકતા તો આ ટિપ્સને ફોલો કરો. 
 
દિવસમાં 3 વાર 20 મિનિટ વોક કરો - રોજ લગભગ 15000 પગલા પગપાળા જરૂર ચાલો. પહેલા તમને ચાલવામાં થોડી મુશ્કેલી થશે પણ પહેલા થોડુ થોડુ ચાલો. ધીરે ધીરે સમયને વધારતા જાવ. આ ઉપરાંત ખાધા-પીધા પછી 20 મિનિટ ફરવા જરૂર જાવ. 
 
વોક કરતી વખતે ગ્રીન ટી પીવો - ગ્રીન ટી પીવાથી મેટાબૉલિઝ્મ ( metabolism) ઝડપથી વધે છે તેનાથી ફેટ બર્ન થાય છે. વૉકિંગ કરતી વખતે ગ્રીન ટી નુ સેવન જરૂર કરો. 
 
એક્સરસાઈઝ - વૉક ઉપરાંત હલકીફુલકી કસરતને પણ રોજની દિનચર્યામાં સામેલ કરો. 15થી 20 પુશઅપ, સ્કવૈટ્સ(squats) વગેરે. હલકી ફુલકી એક્સરસઈઝને સામેલ કરો. 
 
એક મિનિટની બ્રેક-સતત ફરવાથી કે એક્સરસાઈઝ કરવાથી એનર્જી લેવલ ડાઉન થવા માંડશે. સતતને બદલે વચ્ચે વચ્ચે એકાદ  મિનિટની બ્રેક જરૂર લો. જેથી એનર્જી ભરપૂર રહે. 
 
ગળ્યા ડ્રિંક્સથી પરેજ - જો તમે સતત વોક અને વર્કઆઉટ કરો છો તો મીઠા પેય પદાર્થોનુ સેવન ન કરો. કારણ કે મીઠી વસ્તુઓમાં કેલોરી વધુ માત્રામાં હોય છે. 
 
પાણીની યોગ્ય માત્રામાં સેવન - પાણીનુ સેવન વધુ કરો. પાણી શરીરમાં ઝેરીલા ટૉક્સિનને મૂત્ર દ્વારા બહાર કાઢે છે. શોધમાં એ વાત પણ સામે આવી છે કે પાણી પીવાથી પણ વજન ઓછુ થાય છે. રોજ 1. 5 લીટર પાણી જરૂર પીવો. 

વધુ જુઓ..

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

Neet Paper Leak- પેપર લીક પર નવા કાયદા અંગે મોટા સમાચાર, 3 મહિનામાં નિર્ણય લેવાશે, 10 વર્ષની જેલ, 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ - સ્ત્રોતો

મુંબઈ-ગુજરાત હાઇવે પર 40 કિમી લાંબો ટ્રાફિક જામ, વરસાદને કારણે 72 કલાકથી હજારો વાહનો અટવાયા

નવસારીમાં પૂરનો હાહાકાર: ૨૫૦થી વધુ રસ્તા ઠપ્પ અને તબાહીના મંજરની એક્સક્લુઝિવ તસવીરો

વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશન સ્ટાઈલની પાછળનુ ખોલ્યુ રહસ્ય, કહ્યુ - હુ કોઈપણ વસ્તુને હળવાશથી નથી લેતો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments