Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 6 Kitchen Tips- ખાન-પાનની વસ્તુઓને ઉપયોગ કરીએ....

મંગળવાર, 8 નવેમ્બર 2016 (14:45 IST)
હિન્દુસ્તાનમાં ખાવાનુ બરબાદ કરવુ એક રીતે પાપ માનવામાં આવે છે. અહી અન્નને દેવતા કહેવામાં આવે છે. ખાવાનુ બરબાદ કરવુ મતલબ આપણા મહેનતની કમાણીને બરબાદ કરી રહ્યા છે. અનેકવાર આપણે આપણા મિત્રોને જમવા બોલાવીએ છીએ અને તેમને માટે ઢગલો વેરાયટી બનાવીએ છીએ. પણ અનેકવાર આપણને અંદાજ નથી હોતો કે કેટલા લોકો માટે કેટલી રસોઈ બનાવવાની છે. જેને કારણે રસોઈ બચી જાય છે જે પાછળથી ફેંકી દેવામાં આવે છે.  પણ હવે આવુ નહી થાય કારણ કે આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ આપી રહ્યા છે જેનાથી ખાવા પીવાની વસ્તુઓ બરબાદ નહી થાય. 
 
1. પ્લાન કરો - જો તમે પહેલાથી જ પ્લાન કરીને ચાલશો તો તમે ઘણો સામાન બરબાદ થતો બચાવી શકો છો. જો તમે બહાર ડિનર પર જઈ રહ્યા છો તો એ રીતે રસોઈ બનાવો અને જો જમવાનુ બની ગયુ છે તો તેને ફ્રિજમાં મુકી દો જેનાથી તમે તેને બીજા દિવસે ખાઈ શકો. 
 
2. વધુ પાકી ગયેલા ફળોને ફેંકો નહી - જો તમારા ફ્રિજમાં વધુ દિવસના પાકેલા ફળો મુક્યા છે તો તમે તેની જેલ કે જેલ્લી બનાવી શકો છો.  તમે તેમાથી કોઈ સારુ ડ્રિંક્સ પણ બનાવી શકો છો. 
 
3. વાસી બ્રેડનો યૂઝ - વાસી બ્રેડ સૂકાયા પછી તમે તેનુ પુડિંગ બનાવી શકો છો. આ બ્રેડને તમે ઓવનમાં સેકીને તેને મઘ કે જેમ સાથે પણ ખાઈ શકો છો. 
 
4. શાકભાજીને સાચવવી - જો તમે ઘણી બધી શાકભાજી બજારમાંથી લાવ્યા છો અને થોડી બચી ગઈ છે તો તેને ફેંકશો નહી. તેને સુકાવીને તેનુ અથાણુ બનાવી લો. કે પછી આ શાકભાજીને ફ્રાઈ કરી લો અને ફ્રિઝમાં મુકી દો. 
 
5. ખાટુ દૂધ - ખાટા દૂધમાંથી તમે પનીર બનાવી શકો છો. દૂધમાં થોડો સોડા કે લીંબૂ નાખો અને ધીમા તાપ પર દૂધને ગરમ કરી લો. જ્યારે દૂધ ફાટી જાય તો તેનુ બધુ પાણી ગાળી લો... પનીર તૈયાર છે. 
 
6. ટામેટા - જો તમે ઘણા બધા ટામેટા લાવ્યા છો તો ગભરાશો નહી. તેને મિક્સરમાં ગ્રાઈંડ કરીને પ્યુરી બનાવી લો અને તેમા મધ મિક્સ કરો સારી રીતે ગરમ કરો જેથી તેનુ બધુ પાણી બળી જાય. 

વધુ જુઓ..

અહીં મારી જ ચાલે છે ... લક્ષ્મી નારાયણ ચંપત રાય પર સુવર્ણ રામચરિતમાનસ આપવાનો આરોપ મૂકે છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે

શું રામ મંદિરમાં 'નો-પોકેટ' ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે? જાણો ભારતના કયા મંદિરોમાં પહેલાથી જ ડ્રેસ કોડ છે.

એક ટેકરી પરથી એક મોટો પથ્થર ચાલતી બસ પર પડ્યો, જેમાં એકનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા.

શું સોનું અને ચાંદી વધુ મોંઘા થઈ રહ્યા છે કે સસ્તા? છેલ્લા પાંચ દિવસમાં ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. આજના નવીનતમ ભાવ જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

આગળનો લેખ
Show comments