Webdunia - Bharat's app for daily news and videos

Install App

AC વગર ઘરને ઠંડુ રાખવાના સહેલા અને સસ્તા ઉપાય, કૂલર અને AC પણ ફેલ છે આ જૂની ટેકનીક આગળ

Updated: બુધવાર, 29 એપ્રિલ 2026 (12:10 IST)
Home Cool Without an AC
ગરમીના આ દિવસોમાં, એવું લાગે છે કે તમારા ઘરની દિવાલોમાં આગ લાગી ગઈ છે. પરંતુ દરેક વ્યક્તિ AC નું ભારે વીજળી બિલ ચૂકવી શકે તેમ નથી. સારી વાત એ છે કે આજે પણ વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરાઓ બંને તમારા ઘરનું તાપમાન 5°C થી 8°C સુધી ઘટાડવાના ઘણા ઉપાયો બતાવે છે.  
 

1. બારીઓનુ 'Time Management'
 

સૌથી મોટી ભૂલ જે આપણે કરીએ છીએ, એ છે બપોરે બારીઓ ખુલ્લી રાખવી  
સૂરજ આથમ્યા પછી સાંજે 7 વાગ્યા બાદ જ બારીઓ ખોલો જેથી ઘરમા ઠંડી હવા આવે 
સૂરજ ઉગતા પહેલા સવારે 9 વાગતા જ બારીઓ અને પડદા બંધ કરી દો. તેનાથી બહારની ગરમ લૂ અંદર નહી આવે. 
 

 2. ભીની ચાદરનુ 'દેશી AC'

 
આ સૌથી જૂનો અને અસરદાર ઉપાય છે. તમારી બારીઓ પર એક જાડી સૂતરની ચાદર કે પડદા લટકાવો અને તેને પાણીથી ભીના કરી દો. 
 
જ્યારે બહારની હવા આ ભીની ચાદર પરથી થઈને અંદર આવશે તો તેનુ બાસ્પીભવન (Evaporation) ને કારણે હવા ઠંડી થઈ જશે. 
 
આ એકદમ નેચરલ અને એયર કૂલરની જેમ કામ કરે છે. 
 
 

3. અગાશી પર 'સફેદ ચૂનો'  (Lime Wash)

 
 જો તમે ટોપ ફ્લોર પર રહો છો તો અગાશીની ગરમી તમારો જીવ લઈ લે છે. જેનો સૌથી સસ્તો ઈલાજ છે સફેદ ચૂનો 
 
બજારમાંથી ચૂનો (Lime) લાવો અને તેમા થોડુ ફેવિકોલ મિક્સ કરીને અગાશી પર પેંટ કરી દો. 
 
 સફેદ રંગ સૂરજની કિરણોને રિફ્લેક્ટ (Reflect) કરી દે છે. જેનાથી અગાશી તપતી નથી અને નીચેવાળો રૂમ ઠંડો રહે છે. 
 
 

4. ક્રોસ વેંટિલેશન (Cross Ventilation)

 
હવાને આવવા અને જવાનો રસ્તો આપો. જો તમે એક બારી ખોલો છો તો તેની સામેનો દરવાજો કે બીજી બારી પણ ખોલો. તેનાથી હવા રૂમમાં ફસાયેલી નહી રહે અને ગરમી બહાર નીકળતી રહેશે. 
   

5. ડોલ અને પંખો  (Ice-Fan Hack)
 

જો તમારી પાસે ટેબલ ફેન છે તો તેની સામે એક પહોળા મોઢાના વાસણ કે ડોલમાં ઠંડુ પાણી કે બરફ મુકો. પંખાની હવા જ્યારે પાણીની ઉપરી લહેરને અથડાઈને આવશે તો તે ખૂબ ઠંડી લાગશે.  
 

6. છોડની 'ઠંડી દિવાલ' 

 
બારી પાસે ઘટ્ટ પાંદડાવાલા છોદ જેવા કે Money Plant, Snake Plant કે  Areca Palm મુકો. આ છોડ છાયડો આપવા સાથે વાતાવરણમાં ભેજ કાયમ રાખે છે તેથી રૂમ નેચરલી ઠંડો રહે છે.  
 

 7. ઓછામાં ઓછી વીજળીના ઉપકરણ 
 

બલ્બ, ટ્યૂબલાઈટ, કમ્પ્યુટર અને ટીવી પણ ગરમી ઉભી કરે છે. દિવસના સમયે જરૂર ન હોય તો તેને બંધ રાખો. ખાસ કરીને જૂના પીળા બલ્બને હટાવીને LED લગાવો, જે બિલકુલ ગરમ નથી થતા. 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments