Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

હોમ ટિપ્સ - ખૂબ જ કામની છે આ હોમ ટિપ્સ, જરૂર વાંચો

Updated: રવિવાર, 18 ડિસેમ્બર 2016 (09:51 IST)
ગરમીની ઋતુમાં રસોડામાં પડેલો સામાન સુકવા માંડે છે. ફળ અને શાકભાજી કરમાય જાય છે અને જો પાણીમાં વધુ સમય માટે મુકી રાખીએ તો સડવા માંડે છે. આ ઉપરાંત બીજી પણ અનેક પ્રોબ્લેમ છે જે આપણને ગરમીની ઋતુમાં ખૂબ પરેશાન કરે છે. તેમાથી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આપણે સહેલઈથી કરી શકીએ છીએ. ચાલો આજે અમે તમને કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જે તમને ખૂબ કામ લાગશે. 
 
- કેળા એક દિવસ ઘરમાં મુકો તો બીજા દિવસે જ કાળા પડવા માંડે છે. તેને 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રાખવા માટે કેળાના ઉપરનો ભાગ(જ્યાથી એક કેળુ બીજા કેળા સાથે જોડાયેલુ રહે છે)ને પ્લાસ્ટિકના રેપથી લપેટી લો. તે પાકી નહી જાય. 
 
- ગરમીમાં લીંબૂ સૂકાય જાય છે. આવામાં લીંબુને એક કલાક ગરમ પાણીમાં પલાળી મુકો તેનાથી લીંબૂ નરમ પડી જશે અને રસ પણ વધુ નીકળશે. 
 
- અનેકવાર ફ્રિજમાં જુદો જુદો સામાન મુકવાથી દુર્ગંધ આવવા માંડે છે. આ દુર્ગંધને દૂર કરવા માટે તેને બેકિંગ સોડાથી સાફ કરો.  બેકિંગ સોડાને પાણીમાં ઓગાળી લો પછી તેનાથી ફ્રિજને સ્પંજ કરો અને પછી ચોખ્ખા પાણીથી લૂછો. 
 
- કપડા પર શાહીના દાગ મટાડવા માટે તરત એ ભાગ પર ટૂથપેસ્ટ લગાવી લો અને ટૂથપેસ્ટના સૂકાવાની રાહ જુઓ. જ્યારે આ સૂકાય જાય ત્યારે કપડાને ધોઈ લો. 
 
- હાથમાંથી લસણની દુર્ગંધને દૂર કરવા માટે  હાથને સ્ટીલના વાસણથી રગડો. દુર્ગંધ નીકળી જશે. 
 
- ચ્યુઈંગમ જો ક્યાક ચોંટી જાય તો તેને કાઢવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. કપડા પર ચ્યુઈંગમ ચોંટી જાય તો તેને ઉતારવા માટે કપડાને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો.  કડક થતા પછી તે કપડા પરથી નીકળી જશે. 
 
- ટામેટાને તાજા મુકવા માટે એક ઉપર એક ટામેટા મુકો પણ તેના ડંથલવાળો ભાગ નીચેની તરફ રહેવો જોઈએ. 
 
- ડુંગળી આંખોમાં લાગે છે અને આંસૂ નીકળે છે તો તેને રોકવા માટે ચ્યૂઈંગમ ખાવ તેનાથી આંખમાંથી આંસૂ નહી આવે. 
 
- ઉંદરથી છુટકારો મેળવવા માટે ખૂણામાં કાળા મરીનો પાવડર છાંટી દો. ઉંદર ભાંગી જશે. 
 
- કાચને ચમકાવવા માટે સ્પ્રાઈટનો ઉપયોગ કરો. 
 
- ઘરમાંથી કીડીઓને ભગાડવા માટે કાકડીના છાલટાનો પ્રયોગ કરો. જે કાણામાંથી કીડીઓ નીકળે છે ત્યા કાકડીના છાલટા મુકી દો. 

વધુ જુઓ..

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકા થયો, ફુગાવો કાબુ બહાર

દિલ્હીના જંતર-મંતર પર હવે નહી થઈ શકે પ્રોટેસ્ટ, 3 નવા સ્થાન નક્કી કરવામાં આવ્યા, પોલીસે જાહેર કર્યો આદેશ

તિલક વર્માનો 'સુપર કેચ' રેકોર્ડ 'હાફ સેંચુરી' પર પહોચતા જ બન્યો ભારતનો નંબર 1 કૈચર, સ્પેશ્યલ ક્લબમાં સામેલ

સૂડાનમાં સોનાની ખાણ પર બોમ્બમારો, 72 લોકોના મોત, મિસ્રની વાયુસેના પર હુમલાનો આરોપ

Gandhinagar GMC Election Result- ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન પૂર્ણ, આવતીકાલે આવશે પરિણામ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments