Festival Posters

ટોપીવાળો ફેરિયો

Updated: ગુરુવાર, 23 માર્ચ 2017 (17:20 IST)
એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો. જતાં જતાં તે રસ્તામાં થાકી ગયો. તેણે વિચાર કર્યો કે ' ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં.' થોડે દૂર તેણે એક ઝાડ દેખાયું. તેણે ટોપીઓવાળી પોતાની પેટી બાજુ પર મુકી, અને ઝાડ નીચે આડો પડ્યો થોડીવારમાં જ તેની આંખ લાગી ગઈ, અને તે ઘસઘસાટ ઉંઘી ગયો.

બપોર પૂરી થવા આવી હતી, ત્યાં જ ફેરિયાની આંખ ઉઘડી, તે ફટાફટ ઉભો થયો અને જેવી પોતાની પેટી લેવા ગયો તો આ શુ...! પેટીમાંથી ટોપીઓ ગાયબ હતી ! તે ગભરાઈ ગયો. તેણે આમતેમ નજર કરી પણ કોઈ પણ નજર નહોતું આવી રહ્યું. તો છેવટે ટોપીઓ કોણ લઈ ગયું હશે ? અચાનક તેની નજર ઝાડ પર પડી. જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. પંદરથી વીસ વાંદરાનું ઝુંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યું હતું. આટલાં બધાં વાંદરા ! તેણે પત્થર ઉઠાવીને માર્યો તો વાંદરાઓએ ઝાડ પરની નાની નાની બોરડી તોડીને મારવા લાગ્યાં. તેણે માથું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાળવા માંડ્યાં. તેણે બગાસું ખાધું તો બધા વાંદરાં બગાસું ખાવા માંડ્યાં. હવે ફેરિયો સમજી ગયો કે વાંદરા નકલચી છે. તેણે એક યુક્તિ સુઝી. તેણે પોતાની પેટી ઉઘાડી, તેને ઝાડ નીચે મુકી અને પછી તેમાં પોતે પહેરેલી ટોપી તેમા નાખી. આ જોઈને બધાં વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ પેટીમાં નાખી. ફેરિયાએ તરતજ પેટી બંધ કરી અને તરતજ ત્યાંથી ચાલતો થયો.

શીખ - આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ.
About Author
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... Read More

વધુ જુઓ..

ત્રણ બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો, મળવા પહોંચે એ પહેલાં જ પ્રેમી સાસરિયાના હાથે ઝડપાયો

ચીનના બંદર પર એક કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી, જેમાં 20 લોકોના મોત થયા અને પાંચ ગુમ થયા

મુંબઈ-ગોવા હાઈવે બનવામાં મોડુ થતા નારાજ થયા નિતિન ગડકરી, બોલ્યા - "મને શરમ આવે છે, હુ ઉદ્દઘાટનમાં નહી આવુ"

પોલીસ અધિકારીએ શાળામાં જ શિક્ષિકા પત્નીને ગોળી મારી, 18 કલાકની ઘેરાબંધી બાદ કર્યું આત્મસમર્પણ

નશામાં ધૂત હેડમાસ્ટરે 35 બાળકોને શાળામાં બંધ કરી ગેટને તાળું માર્યું, શિક્ષણ વિભાગે લીધો મોટો એક્શન

વધુ જુઓ..

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

કેવડા ત્રીજની આરતી/ શંકર પાર્વતી ની આરતી

સિંદૂર લાલ ચઢાયો આરતી Gujarati લિરિક્સ

આગળનો લેખ
Show comments