Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી બોધવાર્તા - આ હંસને જોવાથી ક્યારેય સંપત્તિનો નાશ થતો નથી

મંગળવાર, 31 મે 2016 (17:09 IST)
એક શ્રીમંત ખેડૂત હતો.  તેને વારસામાં ઘણી બધી સંપત્તિ મળી હતી. વધુ ધન સંપત્તિએ તેને આળસુ બનાવી દીધો હતો. તે આખો દિવસ ખાલી બેસી રહેતો હતો અને હુક્કો પીતો રહેતો.  તેની બેદરકારીનો નોકર-ચાકર પણ ગેરલાભ ઉઠાવતા હતા. તેના સગા સંબંધીઓ પણ તેનો માલ ચટ કરવામાં લાગ્યા રહેતા હતા. 
એક વાર ખેડૂતનો એક જૂનો મિત્ર તેને મળવા આવ્યો. તેને ખેડૂતના ઘરની હાલત જોઈને ખૂબ દુખ થયુ. તેણે ખેડૂતને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેના પર કોઈ અસર ન પડી. એક દિવસ તેણે કહ્યુ કે તે એક એવા મહાત્મા પાસે તેને લઈ જશે જે અમીર બનવાનો તરીકો બતાવે છે.  ખેડૂતની અંદર પણ ઉત્સુકતા જાગી. તે મહાત્માને મળવા તૈયાર થઈ ગયો. 
 
મહાત્માએ જણાવ્યુ, 'રોજ સૂર્યોદય પહેલા એક હંસ આવે છે જે કોઈ તેને જુએ એ પહેલા જ ગાયબ થઈ જાય છે. જે આ હંસને જોઈ લે છે તેનુ ધન નિરંતર વધતુ જાય છે.' 
 
બીજા દિવસે ખેડૂત સૂર્યોદય પહેલા ઉઠ્યો અને હંસને શોધવા માટે ખેતરમાં ગયો. ત્યા તેણે જોયુ કે તેનો એક સંબંધી કોથળામાં અનાજ ભરીને લઈ જઈ રહ્યો હતો. ખેડૂતે તેને પકડી લીધો. તે સંબંધી ખૂબ જ લજવાઈ ગયો અને માફી માંગવા માંડ્યો.  પછી તે ગૌશાળામાં પહોંચ્યો. તે તેનો એક નોકર દૂધ ચોરી રહ્યો હતો.  ખેડૂતે તેને ફટકાર્યો.  તેણે ત્યા જોયુ કે ખૂબ જ ગંદકી  હતી. તેણે નોકરોને ઉઠાડ્યા અને તેમને કામ કરવાનો આદેશ કર્યો. બીજા દિવસે પણ કંઈક આવુ જ બન્યુ.  આ રીતે ખેડૂત રોજ હંસને જોવા માટે જલ્દી ઉઠતો. આ કારણે બધા નોકર સાવધ થઈ ગયા અને ભયને કારણે કામ કરવા લાગ્યા.  જે સંબંધીઓ ચોરી કરતા હતા તે સુધરી ગયા. 
 
જલ્દી ઉઠવા અને ફરવાથી ખેડૂતનું સ્વાસ્થ્ય પણ સારુ થઈ ગયુ. આ રીતે ધન તો તેનુ વધવા લાગ્યુ પણ તેને ક્યાય હંસ ન દેખાયો. આ વાતની ફરિયાદ કરવા તે મહાત્મા પાસે પહોચ્યો. 
 
મહાત્માએ કહ્યુ, 'તને હંસના દર્શન થઈ ગયા, પણ તુ તેને ઓળખી ન શક્યો. તે હંસ છે 'પરિશ્રમ'. 
 
એટલે જ તો કહેવત છે કે પરિશ્રમ એ જ પારસમણિ. 

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments