Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં મોદીને લઈને દીવાનગી ચરમ પર.. હર હર મોદીના નારા

શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (10:15 IST)
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાની ધરતી પર પગ મુકતાની સાથે જ તેમના પ્રત્યે દીવાનગી ચરમ પર જઈ પહોંચી છે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે એયર ઈંડિયાના બોઈગ વિમાનથી ફ્રેંકફર્ટ થઈને ન્યૂયોર્કના જોન એફ. કૈનેડી હવાઈ મથક પર પહોંચ્યા. ત્યાંથી ન્યૂયોર્ક પેલેસ હોટલ પહોંચતા જ મોટી સંખ્યામાં હાજર તેમના સમર્થકોએ મોદી મોદી સાથે જ હર હર મોદીના પણ નારા લગાવ્યા. પીએમે પણ હાથ મિલાવીને તેમનુ અભિવાદન સ્વીકાર્યુ. મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં અમેરિકાને ભારતના સ્વભાવિક વૈશ્વિક ભાગીદાર બતાવ્યા.  
 
આગામી બે દિવસ સુધી ન્યૂયોર્કમાં તેમના અનેક કાર્યક્રમ છે. લોકોની સૌથી વધુ નજર મેડિસન સ્કવાયર ગાર્ડન પર રવિવારે થનારી તેમની સભા પર છે. આ સભામાં જોડાવવા માટે લોકો કોઈ સીમા સુધી જવા તૈયાર છે.  પરિસ્થિતિ એવી છે કે જે લોકોને સભાની ટિકિટ નથી મળી શકી તેઓ સ્વયંસેવક બનવા માટેનો જુગાડ લગાવી રહ્યા છે.  આ કાર્યક્રમમાં અમેરિકાના 48 રાજ્યો ઉપરાંત કનાડાથી પણ ભારતીય સમુહના લોકો હાજર રહેશે. જે લોકો આ સભામાં ભાગ નહી લઈ શકે તેમને માટે ટાઈમ્સ સ્ક્વાયર સહિત દેશમાં 50 સ્થાનો પર સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવશે. આ અવસર પર 160000 લોકો અને 2600 વીઆઈપી અતિથિયોની સામે મોદીના ભાષ્ણ માટે 360 ડિગ્રી ફરનારુ પ્લેટફોર્મ બનાવવામાં આવશે 
 
આ કાર્યક્રમના આયોજક ઈંડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશનના અધ્યક્ષ ભરત બરઈ મુજબ મોદીની સભાના બધા ટિકિટ અઠવાડિયા પહેલા જ વેચાય ચુક્યા છે. તેમ છતા ટિકિટ માટે રોજ સેકડો પત્ર ઈમેલ અને ફોન કોલ આવી રહ્યા છે. મૈરિલેડ નિવાસી ડો. શંભુ એન. બાનિક 80ના દસકાથી ઈંદિરા ગાંધી, નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયીના સન્માન સમારોહોથી સક્રિય રૂપથી જોડાય રહ્યા છે. તેમનુ કહેવુ છે કે મે પણ મારી જીંદગીમાં કોઈ બીજા ભારતીય નેતા પ્રત્યે આટલી દિવાનગી જોઈ નથી.  મોદીની લોકપ્રિયતા કોઈ રોકસ્ટર જેવી થઈ ગઈ છે. 
 
મોદી જ્યારે સભાને સંબોધિત કરશે તો તે અમેરિકી ઈતિહાસમાં પહેલો પ્રસંગ હશે જ્યારે કોઈ વિદેશી શાસનાધ્યક્ષની સામે મૈડિસન સ્કવાયર ગાર્ડન ખચાખચ ભરાયેલુ રહેશે. સામાન્ય રીતે અહી કોઈ રોકસ્ટાર કે ખેલાડીનો જ કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. 
 
આ બાબત અટલાંટામાં રહેનારી સોફ્ટવેર એંજીનિયર પલક જૈનનુ કહેવુ છે, 'જ્યારે અહી સ્વામી વિવેકાનંદ આવ્યા હતા તો હુ નહોતી. મે સરદાર પટેલને પણ નથી જોયા. હવે હુ મારા સમયના ભારતના મહાન નેતાઓમાંથી એક નરેન્દ્ર મોદીને જોવાનો કે તેમનુ ભાષણ સાંભળવાની આ તક ગુમાવવા નથી માંગતી.  
 
અમેરિકામાં ભારતીય મૂળના લોકોના લોકોની કુલ આબાદી લગભગ 30 લાખ છે. આ વસ્તી કુલ વસ્તીના લગભગ એક ટકા અને સૌથી ઝડપથી વધી રહેલ સમુહમાં સામેલ છે. 
 
એક પ્રધાનમંત્રીના રૂપમાં મોદીની આ પ્રથમ અમેરિકા યાત્રા છે. આ પહેલા તેઓ બે વાર અમેરિકા જઈ ચુક્યા છે. પણ 2005માં ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતા અમેરિકાએ તેમને વીઝા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેમના વીઝાના સવાલ પર અમેરિકા તરફથી વારેઘડીએ એવુ જ કહેવાયુ કે પહેલા તેઓ આ માટે અરજી કરે. લોકસભા ચૂંટણી પહેલા મોદીની જીતની શક્યતા જોતા અમેરિકાએ સંબંધો સુધારવાની શરૂઆત કરી દીધી હતી. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

Show comments