Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

CJP વિરોધ પ્રદર્શન : અભિજીત દીપકે બોલ્યા, અમારુ આંદોલન થઈને રહેશે, સૌરવ દાસે કહ્યુ - સરકારે પોતે દિલ્હી બંધનુ એલાન કર્યુ છે

Updated: શુક્રવાર, 9 ઑક્ટોબર 2026 (15:54 IST)
CJP ના 10 ઓક્ટોબરે દિલ્હીમાં પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા પાર્ટીના સંસ્થાપિત અભિજીત દિપકે કહ્યુ, અમારુ આંદોલન થઈને રહેશે. જંતર-મંતર પ્રદર્શન માટે નક્કી સ્થાન છે. સંવિઘાનનો અનુચ્છેદ 19 પ્રદર્શન કરવાનો મૌલિક અધિકાર આપે છે. પછી અનુમતિ લેવાનુ શુ જરૂર છે.  
 
તેમણે ચૂંટણી આયોગ પર નિશાન સાધતા કહ્યુ, "શુ 13 કરોડ વોટરોના નામ હટાવતા પહેલા અનુમતિ લેવામાં આવી હતી. શુ તમે ઈચ્છો છો કે ચૂંટણીમા ગેરરીતિ કરનારાઓ વિરુદ્ધ અમે પ્રદર્શન પણ ન કરીએ.  એવુ નથી થઈ શકતુ. દેશ આ રીતે નથી ચાલી શકતો. દેશ બચાવવા માટે આપણે પ્રદર્શન કરીશુ.  
કૉકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે કહ્યુ - દિલ્હીમાં સંમ્પૂર્ણ રીતે બંધ જેવી સ્થિતિ સરકારે પોતે ઉભી કરી છે. સરકારને ડર છે કે જો જ્ઞાનેશ કુમાર ગયા તો બધા જતા રહેશે. ભારત સરકારે આવતીકાલે દિલ્હી બંધનુ આહવાન કર્યુ છે.  
ALSO READ: પોલીસે વિરોધ પ્રદર્શન માટે CJP ને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો, દિલ્હીની બધી સરહદો પર સુરક્ષા વધારી દીધી
ઉલ્લેખનીય છે કે કાલે દિલ્હીમાં થનારા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને પોલીસ પરવાનગી નથી. આ માહિતી શુક્રવારે જોઈન્ટ સીપી નુપુર પ્રસાદે આપી હતી. તેમણે કહ્યું કે સીજેપીએ 7 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન કરવાની માહિતી આપી હતી. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, 10 દિવસ અગાઉ અરજી કરવી જરૂરી છે. દિલ્હી પોલીસ જોઈન્ટ કમિશનર નુપુર પ્રસાદે કહ્યું કે જંતર-મંતર પર ધરણા વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી નથી. માર્ગદર્શિકા મુજબ, આયોજિત વિરોધ પ્રદર્શન માટે 10 દિવસ અગાઉ માહિતી આપવી પડશે. ત્યાં બીએનએસએસની કલમ 163 લાગુ પડે છે, જેનો અર્થ છે કે 5 લોકો ભેગા થઈ શકતા નથી. જો આનું પાલન ન કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.
 
 
તેમણે જણાવ્યુ - સાવધાની માટે 10 ઓક્ટોબરના રોજ રાજઘાનીના 57 મેટ્રો સ્ટેશન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન કૉકરોચ જનતા પાર્ટીના સહ સંયોજક સૌરવ દાસે કહ્યુ કે સરકાર ગભરાય ગઈ છે. રાજઘાનીમાં એટલી ફોર્સ લગાવી છે કે ખુદ બંધનુ આહવાન કરી દીધુ છે. 

 ALSO READ: CJP Protest LIVE: દિલ્હી આવનારી મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ્દ, 10 ઓક્ટોબર સવારે ચારથી બપોરે બે વાગ્યા સુધી રોક
 
નવી દિલ્હી અને હજરત નિજામુદ્દીન સ્ટેશન આવનારી બધી મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે કેન્સલ રહેશે. રેલવેએ આ ટ્રેનોને તેમના શરૂઆતી સ્ટેશનોથી જ રદ્દ કરી દીધી છે.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

'જવાનુ તો બધાને જ છે, હુ પણ આવતીકાલે રહુ કે ન રહુ..' મોતના 4 દિવસ પહેલા નાના પાટેકરનુ અંતિમ ભાષણ... VIDEO

નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે અવસાન, બોલીવુડ ઈન્ડ્સ્ટ્રી આઘાતમાં ડૂબી

આગળનો લેખ
Show comments