રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (08:37 IST)

બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન નદીમાં અચાનક પૂર, 7ના મોત; ઘણા ગુમ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
 
માલ નદીમાં અચાનક પૂરઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક દેવર્ષિ દત્તાએ જણાવ્યું કે દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમને આશંકા છે કે ઘણા લોકો ગુમ છે.