Festival Posters
✕

ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયો વીજળી વિભાગનો લાઈનમેન, ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નીચે ઉતાર્યો

Updated: રવિવાર, 18 મે 2025 (07:16 IST)
સેક્ટર 20 માં પાવર હાઉસ પાસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યાં એક લાઇનમેન ભારે પવનને કારણે હાઇ-વોલ્ટેજ પાવર વાયરમાં ફસાઈ ગયો. ઘટના સમયે, લાઇનમેન વીજળીના ટાવર પર જાળવણીનું કામ કરી રહ્યો હતો. અચાનક જોરદાર પવન ફૂંકાયો અને લાઇનમેન સંતુલન ગુમાવી બેઠો અને વીજળીના વાયર વચ્ચે ફસાઈ ગયો. વાયરમાં ફસાયેલા લાઇનમેનને ઘણી મહેનત બાદ નીચે ઉતારવામાં આવ્યો, હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

<

ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયો વીજળી વિભાગનો લાઈનમેન, ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નીચે ઉતાર્યો@NBTDilli @Uppolice @noidapolice #Electricitydepartmentnoida #viralvideo pic.twitter.com/rUuWgPOPYL

— Webdunia Gujarati (@Webdunia_Guj) May 18, 2025 >
 
લાઇનમેન વાયર વચ્ચે ફસાયા હોવાની સૂચના જ્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગને કરી ત્યારે હોબાળો મચી ગયો. થોડી જ વારમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા આ બચાવ કાર્ય બાદ, લાઇનમેનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો.
 
લાઇનમેન વીજળીના વાયર પર  લટકતો હતો અને એક નાની ભૂલ મોટી દુર્ઘટનાનું કારણ બની શકી હોત. સદનસીબે, જ્યારે લાઇનમેન મેટેનંસનું કામ કરી રહ્યો હતો ત્યારે તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે તેમનો જીવ બચી ગયો. જોકે, તે ખૂબ જ ડરી ગયો હતો અને નીચે ઉતરતાની સાથે જ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
 
દરમિયાન, ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે માહિતી સમયસર મળી હતી, નહીંતર લાઇનમેનનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત. તે જ સમયે, એક લાઇનમેનનો વીજળીના વાયરથી લટકતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીજ કર્મચારીઓ દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકીને કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.
 
વીજળી વિભાગે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સલામતીના ધોરણોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. વિભાગ લાઇનમેન ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવે છે અને તેમના પરિવારને ખાતરી આપે છે કે વિભાગ તેમને મદદ કરશે.

વધુ જુઓ..

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

આગળનો લેખ
Show comments