Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રા - હવે મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય, 13 વર્ષથી ઓછા અને 75 વર્ષથી વધુને મંજુરી નહી

બુધવાર, 7 જૂન 2017 (10:41 IST)
જમ્મુ-કાશ્મીરના અમરનાથ મંદિરે દર્શન કરવા માટે જવા ઈચ્છતા લોકોએ મેડિકલ સર્ટિફીકેટ સુપરત કરવાની અનિવાર્યતાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરતા શ્રી અમરનાથજી સાઈન બોર્ડના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એ યાત્રામાં 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધારે ઉંમરના યાત્રાળુઓ તેમ જ છ અઠવાડીયા કરતા વધારે સગર્ભા મહિલાઓ સામેલ નહી થઈ શકે. અમરનાથયાત્રા 29  જૂને શરૂ થઈને 7 ઓગષ્ટે પુરી થાય છે.
 
   અમરનાથ ગુફાના શિવમંદિરે દર્શન માટે 14,૦૦૦ ફુટની ઉંચાઈ સુધીના પ્રવાસ બાબતે બોર્ડે બહાર પાડેલી સૂચનાઓ પ્રમાણે ઘણી ઉંચાઈ પર પહોંચતા ચોક્કસ વ્યાધિઓ (હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસ)નો સામનો કરતા લોકોને યાત્રામાં સામેલ થવા બાબતે સાવધાનીથી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે. ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખૂબ થાક લાગવો વગેરે હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસના લક્ષણો છે. એ લક્ષણોના ઉપચાર સમયસર કરવામાં ન આવે તો મૃત્યુની પણ શકયતા રહે છે. એ સંજોગોમાં દરેક યાત્રાળુએ પિલગ્રિમેજ પરમિટ મેળવવાની રહે છે. એ પરમિટ માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે કમ્પલ્સરી હેલ્થ સર્ટીફીકેટ સુપરત કરવાનું રહે છે. એકાદ મહિના પહેલા રોજ ચારથી પાંચ કિ.મી. ચાલવાની કસરત અને યોગ-પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વિગતવાર સૂચનો બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com ઉપર ઉપલબ્ધ છે

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પાણીપુરી

ગુજરાતી જોક્સ - રાજુભાઈ

ગુજરાતી જોક્સ -વાંચવા માટે

પ્રેગનેંટ દીપિકા પાદુકોણે બૉસી લુકમાં ફ્લોંટ કર્યુ બેબી બંપ, ડાંસ મૂવ્સના દિવાના થયા લોકો, બોલ્યા - દુઆની મમ્માએ કમાલ કરી દીધી

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

આગળનો લેખ
Show comments