| જ્યારે શ્રી ગુરૂનાનકજી મધ્ય ક્ષેત્રના પ્રવાસ પર હતા ત્યારે તેઓ ઈમલી સાહેબ નામના પવિત્ર ગુરૂસ્થળ પર ત્રણ મહિના સુધી રોકાયા હતા અને પ્રત્યેક દિવસે નદીના આ સંગમ પર આવતા હતા. અને દત્ત મંદિરના સાધુ સંન્યાસિયો સાથે ધર્મ અંગે ચર્ચા કરતા હતા. કહેવાય છે કે ભગવાન દત્તની નિર્મિત્રી ભારતીય સંસ્કૃતિના ઈતિહાસના અદ્દભૂત ચમત્કાર છે. ભક્તો દ્વારા અચાનક આવીને મદદ કરનારી શક્તિને દત્તના રૂપમાં પૂજવામાં આવે છે. અને માર્ગશીર્ષની પૂનમ પર દત્ત જયંતીનો ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગુરૂદેવને ભક્તોની આરાધનામાં ગુરૂચરિત્રનાં પાઠનુ જુદુ જ મહત્વ છે. આના કુલ 52 અધ્યાયમાં કુલ 7481 પંક્તિયો છે. કેટલાક લોકો વર્ષમાં ફક્ત એક વાર જ આને એક દિવસમાં કે ત્રણ દિવસે વાંચે છે. જ્યારે કે મોટાભાગના લોકો દત્ત જયંતી પર માર્ગશીર્ષ શુદ્ધ 7 થી માર્ગશીર્ષ 14 પર વાંચીને પૂરી કરે છે. ગુરૂદેવના ભક્તો તેમનો મહામંત્ર દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાનો જાપ કરતા સદા ભક્તિમાં લીન રહે છે.
|